• મંગળવાર, 09 જૂન, 2026

ભુજ-ખાવડા માર્ગેથી આધાર-પુરાવા વિનાનાં બાઈક સાથે શખ્સ પકડાયો

ભુજ, તા. 8 : ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર જય બાબેરી ફાર્મ પાસેથી આધાર-પુરાવા વિનાનાં શંકાસ્પદ બાઈક સાથે શખ્સને એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, એક શખ્સ બાબેરી ફાર્મ પાસે હાજર છે તેના પાસેની મોટરસાઈકલમાં આગળ-પાછળ નંબર લગાડેલા નથી. આ બાઈક તેણે ચોરી કે છળકપટથી મેળવ્યું છે. આથી એલસીબીએ તપાસ કરી મામદ ઉર્ફે હનીફ અબ્દુલ ગની સુમરા (રહે. લોરિયા, તા. ભુજ)ને પકડી તેના કબજાનાં બાઈકના આધાર-પુરાવા માગતા ન હતા, આથી તેની અટક કરી આગળની કાર્યવાહી કરાઈ છે.

Panchang

dd