• મંગળવાર, 09 જૂન, 2026

આડેસર ચેકપોસ્ટ પાસેથી 72 હજારનો શરાબ જપ્ત

ગાંધીધામ, તા. 8 : આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન પોલીસે કારમાંથી રૂા. 72,000ના દારૂ સાથે બે શખ્સને પકડી પાડયા હતા. આડેસર પોલીસ આજે સવારે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી, દરમ્યાન સાંતલપુર બાજુથી આવતી કાર નંબર જીજે-18-બીએલ-2148ને રોકાવાઇ હતી. કારની ડેકીની તપાસ કરાતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. દરમ્યાન, વાહનમાં સવાર ભગીરથસિંહ અભયસિંહ જાડેજા (રહે. જૂની રાવલવાડી-ભુજ) તથા મુકેશ દલપત પંડયા (રહે. માંડકા-વાવ-થરાદ)ની અટક કરાઇ હતી. કારમાંથી આર.જે. ગ્રીનના 180 મિ.લી.ના 192 તથા વિન્ટેજ જામુન વોડકાના 288 એમ કુલ 480 ક્વાર્ટરિયા કિંમત રૂા. 72,000નો દારૂ જપ્ત કરાયો હતો. આ બંને રાજસ્થાન લાખાસર નજીક દારૂના ઠેકા પરથી શરાબ ખરીદી અહીં લઇ આવી રહ્યા હતા. દરમ્યાન, પોલીસે બંનેને પકડી પાડીને તેમના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું હતું.

Panchang

dd