મુંબઈ, તા. 12 : આઈપીએલની રોમાંચક મેચમાં રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સ સામે 18 રને જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સની સ્પર્ધાની આ સતત ત્રીજી
હાર થઈ છે. બેંગ્લોરે 20 ઓવરમાં ચાર
વિકેટે 240નો વિશાળ સ્કોર બનાવ્યા બાદ
ગૃહ મેદાન પર મુંબઈ 20 ઓવરમાં પાંચ
વિકેટે 222 રને સીમિત બની મેચ ગુમાવી હતી.
લક્ષ્યનો પીછો કરતાં રોહિત શર્મા અને રાયન રિકલ્ટનની જોડીએ મુંબઈને મજબૂત શરૂઆત આપી
હતી. બંનેએ 32 દડામાં અણનમ 57 રનની ભાગીદારી કરી હતી. રોહિત
(19) રિટાયર્ડ હર્ટ થયા બાદ ટીમનો
દાવ ડગમગ્યો હતો. સૂર્યકુમાર યાદવ (33), તિલક વર્મા (1) અને હાર્દિક પંડયા (40) બાદ શેરફન રૂધરફોર્ડે
31 દડામાં 9 છગ્ગા જડી દઈ અણનમ 71 રનની લડત આપી હતી પરંતુ ટીમને
જીત મળી ન હતી. બેંગ્લોર વતી સુયશ શર્માએ બે
જ્યારે જેકબ ડફી, રસીખ સાલમ
અને કૃણાલ પંડયાને 1-1 વિકેટ મળી
હતી. આ પહેલાં, ફિલ સોલ્ટ, વિરાટ કોહલી અને કેપ્ટન રજત પાટીદારના પાવર હિટિંગથી મુંબઇ ઇન્ડિયન્સ સામે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટે 240 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ફિલ સોલ્ટે 36 દડામાં 6 ચોગ્ગા-6 છગ્ગાથી 78 રનની આતશી
ઇનિંગ્સ રમી હતી. તેના અને કોહલી વચ્ચે પહેલી વિકેટમાં 6પ દડામાં 120 રનની ઝડપી ભાગીદારી થઇ હતી.
કિંગ કોહલી 38 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી પ0 રને આઉટ થયો હતો. જ્યારે રજત પાટીદારે એમઆઇના
તમામ બોલર વિરુદ્ધ હલ્લાબોલ કરીને 20 દડામાં 4 ચોગ્ગા-પ
છગ્ગાથી વિસ્ફોટક પ3 રન બનાવ્યા
હતા. રજત-વિરાટ વચ્ચે બીજી વિકેટમાં 23 દડામાં 6પ રનની આતશી
ભાગીદારી થઇ હતી. ટિમ ડેવિડ 16 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી 34 રને અણનમ
રહ્યો હતો. આરસીબીની ઇનિંગ્સમાં 1પ છગ્ગા અને
18 ચોગ્ગા લાગ્યા હતા. આથી 162 રન બાઉન્ડ્રીથી આવ્યા હતા.
એમઆઈ તરફથી બોલ્ટ, સેંટનર,
પંડયા અને શાર્દુલને 1-1 વિકેટ મળી હતી. બુમરાહ સતત ચોથી મેચમાં વિકેટ વિહોણો રહ્યો હતો.
જો કે તેણે 4 ઓવરમાં 3પ રન આપી સૌથી કરકસરયુકત સ્પેલ ફેંકયો હતો.