• સોમવાર, 13 એપ્રિલ, 2026

પત્રીના ચર્ચાસ્પદ હત્યાના કેસના મનદુ:ખમાં આરોપીઓએ અપહરણ કરી માર માર્યાની ફરિયાદ

ભુજ, તા. 12 : મુંદરાના પત્રીના વર્ષ 2023ના હત્યાના કેસના મનદુ:ખમાં ફરિયાદી એવા મૃતકના નાના ભાઇનું આજે આરોપીઓએ અપહરણ કરી માર માર્યાની અને મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પત્રીના રઘુવીરસિંહ દિલીપસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે ગામમાં આરોપી વેજીબેન વાલજી ચાડ મને જોઇ ગાળો બોલવા લાગ્યા અને હું 100 નંબર ડાયલ કરતો હતો ત્યારે તેની સાથેના કાજલબેને નંદવીરને ફોન કરીને કહ્યું કે, તારા મમ્મી રઘુવીરસિંહ સાથે ઝઘડો કરે છે. જલ્દી આવી જા, આથી નંદવીર અને તેની સાથે કામ કરતો મુકેશ જેઠાભાઇ આહીર ર્સ્પોપિયો ગાડીથી આવી મારી સાથે ઝઘડો કરી મને ગાડીમાં નાખી અપહરણ કરી ચાલુ ગાડીએ મને માર માર્યો હતો. રસ્તામાં મને લોકોએ જોયો હતો. આથી મને છોડી દીધો અને મારી નાખવાની ધમકી આપી હતી. 2023માં મારા મોટાભાઇ પૃથ્વીરાજસિંહની હત્યા વેજીબેન તથા તેના પરિવારના સભ્યોએ કરી હોવાથી મેં ફરિયાદ નોંધાવી હતી, જેમાં મારી જુબાની બાકી હોવાથી હું તેમની વિરુદ્ધ જુબાની ન આપું અને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે આજે અપહરણ સાથે માર માર્યાની અને મારી નાખવાની ધમકી આપી છે. પ્રાગપર પોલીસે વેજીબેન, તેના પુત્ર નંદવીર અને મુકેશ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Panchang

dd