• સોમવાર, 13 એપ્રિલ, 2026

માધાપર માર્ગે ગણેશ કાંટા પાસે સર્કલ સંભાળના અભાવે જોખમી સ્થિતિમાં

માધાપર (તા. ભુજ), તા. 12 : માધાપર નળવાળા સર્કલથી મહિલા આશ્રમ ચોકડી સુધીનાં નવાં બનેલાં ફોરલેન રસ્તાની વચ્ચે આવતાં ગણેશ કાટાં અને હિતેન ધોળકિયા પ્રાથમિક શાળા પાસે બનેલાં મોટા જોખમી સર્કલની શોભા બે-ત્રણ મહિનામાં જ સારસંભાળના અભાવે ખસ્તા થઈ ગઈ છે. સર્કલ નિર્માણ સમયે મોટેપાયે અનેક ઝાડનાં રોપા તથા ઘાસનું વાવેતર કરાયું હતું. ફૂલઝાડને ફરતે બે સર્કલમાં લોખંડી ગ્રિલ ફીટ કરાઈ હતી, જ્યારે બે નાના સર્કલને ખુલ્લાં મુકી દેવાયા હતાં, લગાવેલી લોખંડની ગ્રિલ વચ્ચે બે-ત્રણ જગ્યાએ દરવાજા માટે રાખેલી જગ્યામાં દરવાજા ફીટ ન કરાંતા વાવેતર કરાયેલાં રોપાનું રખડતાં ઢોરોએ નુકશાન કર્યું છે. તેમજ તંત્ર દ્વારા પાણી સહિતની નિયમિત સારસંભાળ ન કરાંતા તમામ ઝાડ અને ઘાસ સૂકાઈ ગયો છે. ઉપરાંત પસાર થતાં ભારે વાહનોની ટક્કરથી ઊભી કરાયેલી લોખંડી ગ્રિલ પણ તૂટી ગઈ છે. યોગ્ય દેખરેખના અભાવે સર્કલ પાછળ ખર્ચેલા નાણાં વ્યર્થ ગયા હોવાનું રોષ વ્યક્ત કરાયો હતો. જોખમી વળાંકવાળા આ સર્કલ પાસે અકસ્માતનો સતત ભય રહે છે. ખાવડાં બાજુથી આવતાં મીઠું ભરેલાં વાહનો તેમજ સિમેન્ટ - લિગ્નાઈટવાળા ભારે વાહનો શાળા પાસેથી પસાર થતાં હોવાથી ગતિ અવરોધક જમ્મપર લગાવવા જરૂરી બન્યા હોવાની લોકોની માંગણી ઊઠી હતી. 

Panchang

dd