• સોમવાર, 13 એપ્રિલ, 2026

જોરદાર ફટકાબાજોની ટીમ આજે આમને સામને

હૈદરાબાદ તા.12 : આઇપીએલના સોમવારે રમાનાર મેચમાં 2026 સીઝનની અપરાજિત ટીમ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ વચ્ચે ટક્કર થશે. આ મુકાબલો બિગ હિટર્સ વચ્ચેનો મુકાબલો બની રહેશે. એક તરફ હશે 1પ વર્ષીય વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ. જેની ફટકાબાજીથી રાજસ્થાન રોયલ્સે તમામ 4 મેચ વર્ચસ્વ સાથે જીતીને પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે. જયારે બીજી તરફ હશે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને કપ્તાન ઇશાન કિશન. જો કે સનરાઇઝર્સના આ ત્રણેય ઇન્ટરનેશનલ ફટકાબાજ ટીમને ચારમાંથી ફકત એક મેચમાં જ ટીમને જીત અપાવી શકયા છે. હવે હૈદરાબાદની પાટા પિચ પર હોમ ગ્રાઉન્ડનો ફાયદો ઉઠાવીને એસઆરએચનું લક્ષ્ય આરઆર ટીમને સીઝનની પહેલી હારનો સ્વાદ ચખાડવાનો રહેશે. જો કે તેમની હાર ઘણી કઠિન છે, કારણ કે આરઆરના બોલર્સ પણ શાનદાર ફોર્મમાં છે. વૈભવ સૂર્યવંશીએ તેની આક્રમક અને આતશી બેટિંગ ક્ષમતાથી સહુને ચોંકાવી દીધા છે. તે 4 મેચમાં 18 છગ્ગાથી 200 રન કરી ચૂકયો છે. અને ઓરેન્જ કેપ હોલ્ડર છે. તેની સ્ટ્રાઇક રેટ 266.67 છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પાછલા મેચમાં 219 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આમ છતાં તેના બોલર આ સ્કોરનો બચાવ કરી શકયા ન હતા. 

Panchang

dd