ભુજ, તા. 12 : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન
સટ્ટો રમતા શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક આરોપી નાસી છૂટયો હતો. આઇ.ડી. આપનારનું નામ ખુલ્યું હતું. ગઇકાલે
રાત્રે એલસીબીને બાતમી મળી હતી કે, હિતેશ ચમનલાલ મારૂ (લોહાર)
(રહે. હાઉસિંગ બોડ, ભુજ) અને નિખિલ રતનભાઇ ચંદા (રહે. ગોકુલધામ
સોસાયટી માધાપરવાળા), હાલે ઓધવ હોટેલની બાજુમાં સરવા મંડપ જાગીર
પાસે પોતાના મોબાઇલમાં આઇડી વડે હાલ ચાલી રહેલી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી-રમાડે છે.
આ બાતમીનાં પગલે એલસીબીએ પંચોને સાથે રાખી દરોડો પાડતાં પોલીસને જોઇ બન્ને નાસવા લાગ્યા
જેમાં હિતેશ ઝડપાઇ ગયો હતો અને નિખિલ નાસી છૂટયો હતો. હિતેશના મોબાઇલમાં ક્રિકેટ સટ્ટા
બેટિંગની આઇ.ડી.માં બેલેન્સ રૂા. 1,94,600 હતી. ચાર મોબાઇલ કિં. રૂા. 15,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો. આ સટ્ટાની આઇ.ડી. ઉમર સોઢા
(રહે. કેમ્પ એરિયા, ભુજ)એ આપી
હતી. આઇ.ડી.થી હિતેશ અને નિખિલ સટ્ટો રમી-રમાડતા હતા. બી-ડિવિઝન પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ
ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઇ હતી.