• રવિવાર, 05 એપ્રિલ, 2026

રાપરના તત્કાલીન પીઆઇ અને કર્મચારીઓ સામેની તપાસના આદેશને સેશન્સ કોર્ટે રદ કર્યો

ગાંધીધામ, તા. 4 :  રાપરના તત્કાલીન પી.આઈ. અને સ્ટાફ સામે રાપર કોર્ટે આપેલા તપાસના આદેશને સેશન્સ કોર્ટે રદ કરતો હુકમ આપ્યો છે. આ કેસની વિગતો મુજબ વર્ષ 2023ના લૂંટ - હત્યાના પ્રયાસના કેસની તપાસમાં રાપરના તત્કાલીન પી.આઈ. વી.કે. ગઢવી, પી.આઈ. શ્રી રાવલ, અશોક યાદવ, મુકેશ ઠાકોર, કમલેશ ચાવડા, નરેશ ઠાકોર, મેડિકલ ઓફિસર રાપર અને અન્ય પોલીસ કર્મચારી સામે કોર્ટમાં ખીમીબેન ભલાણીએ ફરિયાદ નોંધાવી હતી. શકમંદોને માર મારવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. રાપર કોર્ટે પોલીસ કર્મચારીઓ સામે તપાસનો આદેશ આપ્યો હતો, જેને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. રાપરના મેજિસ્ટ્રેટ દ્વારા જરૂરી મંજૂરી લીધી ન હોવાનું નોંધી રાપર કોર્ટનો હુકમ સેશન્સ કોર્ટે ફગાવ્યો હતો. પોલીસ અધિકારી- કર્મચારી તરફે એડવોકેટ હિતેન્દ્રાસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.  

Panchang

dd