• રવિવાર, 05 એપ્રિલ, 2026

વૈભવની ફટકાબાજી પર અંકુશ મુકવાનો ગુજરાત સામે પડકાર

અમદાવાદ, તા. 3 : માત્ર 15 વર્ષની ઉંમરે પોતાની બેટિંગથી હાહાકાર મચાવી દેનાર વૈભવ સૂર્યવંશીને રોકવો ગુજરાત ટાઇટન્સની પ્રાથમિકતા હશે. શનિવારે આઇપીએલમાં ડબલ હેડર છે. બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. આ બન્ને ટીમે સીઝનની શરૂઆત અલગ-અલગ રીતે કરી છે. ગુજરાતને તેની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે હાર સહન કરવી હતી જ્યારે રાજસ્થાન રોયલ્સે તેની પહેલા મેચમાં સીએસકે વિરુદ્ધ વૈભવી વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે શનિવારે જ્યારે વૈભવ સૂર્યવંશી ક્રિઝ પર આવશે ત્યારે ગુજરાત ટાઇટન્સનું લક્ષ્ય તેને જલ્દીથી આઉટ કરવાનું હશે. પાવર પ્લેમાં વૈભવની વિકેટ સૌથી કિંમતની બની રહેશે.  બીજી તરફ ગુજરાત ટાઇટન્સની બેટિંગ ધરી કપ્તાન શુભમન ગિલ, સાઇ સુદર્શન અને જોસ બટલર આજુબાજુ ફરે છે. આ ત્રિપુટીએ મોટી ઇનિંગ રમવી પડશે અને સારી ભાગીદારીનું નિર્માણ કરવું પડશે. અમદાવાદની પીચ તેની પ્રકૃતિ અનુસાર બેટધરો માટે પ્રતિકુળ રહેશે.  

Panchang

dd