ભુજ, તા. 1 : અખિલ કચ્છ નોડે સમાજ ક્રિકેટ
ટૂર્નામેન્ટ 2026નો આરંભ થયો છે, તેમાં આઠ ટીમ ભાગ લઇ રહી છે. ઉદ્ઘાટન મેચ અર્શ
ઇલેવન ભુજ અને ભુરાગર ઇલેવન નારાણપર વચ્ચે રમાઇ હતી અને સમાજ અગ્રણી અનવર જુમા નોડે
દ્વારા ટોસ ઉછાળાયો હતો. તેમણે ખેલભાવનાથી ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરવાની શુભેચ્છા
આપી હતી. આયોજન અશરફ આઇ. નોડે, અબ્બાસ નોડે, જુસબ નોડે, અજીમ નોડે, આસિફ નોડે,
શકુર નોડે, સમીર નોડે, સુલેમાન
નોડે વિ. સહયોગ આપે છે. ઉદ્ઘાટન મેચમાં અનવર જુમા નોડે, જુમા
નોડે (જુનિયર), ઇલિયાસ નોડે, અન્ય મહેમાનો
હાજર રહ્યા હતા. સબીર નોડે, અબ્બાસ નોડેએ વ્યવસ્થા સંભાળી હતી.