અમદાવાદ, તા. 1 : ગુજરાત હાઈકોર્ટ દ્વારા અદાણી સેઝની ગૌચર જમીન અંગે કરવામાં
આવેલી ઙઈંકને પણ રદ કરાતા અદાણી જૂથને આ કેસમાં મહત્વની રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ
દ્વારા અગાઉ ગુજરાત સરકારનો હુકમ રદ કર્યા બાદ તેના અનુસંધાને તા.1 એપ્રિલ 2026ના ગુજરાત હાઈકોર્ટ દ્વારા અદાણી સેઝની ગૌચર જમીન અંગે તેના
પક્ષકારો દ્વારા કરવામાં આવેલ પીઆઇએલ પણ રદ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા
સુપ્રીમ કોર્ટના અગાઉના 27/01/2026ના
રોજ પસાર કરાયેલા હુકમના પરિપેક્ષમાં સદર કોર્ટમાં
થયલી પીઆઇએલ નં.17/2011ને
રદ કરતો હુકમ પસાર કરવામાં આવ્યો. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, આ હુકમ સુપ્રીમ કોર્ટે દ્વારા તા. 27/01/2026ના પસાર કરવામાં આવેલ હુકમના
પેરા નં.7ના પરિપેક્ષમાં કરાયો છે. સુપ્રીમ કોર્ટ
ઓફ ઇન્ડિયાએ 27 જાન્યુઆરી 2026ના આદેશ દ્વારા ગુજરાત સરકારના
તા. 4 જુલાઈ 2024ના અદાણી સેઝની જમીન પરત લેવાના આદેશને તેમજ આ બાબતે થયેલ પીઆઇએલ નં. 17/2011 રદ કરેલ છે. સુપ્રીમ કોર્ટના
આ નિર્ણયથી જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત છે. ગુજરાત હાઈકોર્ટના
આ ચુકાદાથી અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડને નોંધપાત્ર રાહત મળી છે. ગુજરાત સરકારે
15મી જુલાઈ 2005ના રોજ નવીનાલ ગામમાં આવેલી
9,34,829 હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ
એન્ડ સેઝ લિમિટેડ (અઙજઊણ)ને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) વિકાસ માટે સરકાર દ્વારા નિયત
કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય
અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સેઝ જમીન તરીકે સૂચિત કરાઈ હતી. વર્ષ 2011માં પીઆઇએલ નં. 17/2011 હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર
હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના તા. 27 જૂન 2005ના નોટિફિકેશનને પડકારવામાં
આવ્યો હતો. આ અરજીમાં 15 જુલાઈ 2005ના ફાળવણી આદેશને પણ પડકારવામાં
આવ્યો હતો. આ મામલે અદાણી ગ્રૂપને સુપ્રીમકોર્ટ અને બાદમાં હાઈકોર્ટમાંથી મહત્વની રાહત
મળતા કંપનીએ ન્યાયને આવકાર્યો હતો.