અમદાવાદ, તા. 1 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત
સરકારે, મહેસુલી સરળીકરણ માટે જમીન મહેસુલ અધિનિયમ-1879ની કલમ 135-Dની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારા
કર્યાં છે. જેમાં ખાસ કરીને હવે કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને
30 દિવસની નોટિસના સમયગાળાની રાહ
જોવામાંથી મુક્તિ મળશે. એવી જ રીતે રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ
સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન
પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ 7/12ના રેકોર્ડ પર દેખાતા તમામ
હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં 135-ઉની નોટીસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં
આવશે. આવા કિસ્સાઓમાં 135-Dની નોટિસ
બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત
કરીને 'પાકી એન્ટ્રી' કરવામાં
આવશે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ
આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના
વેચાણ વ્યવહારોમાં 30 દિવસની ફરજિયાત
નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી. આ સમયગાળાનો ખોટી રીતે ગેરલાભ
લેનાર કેટલાક તત્વો ખોટા વાંધાવચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું
બ્લેકમાલિંગ કામ કરતા હતા. સરકારના ધ્યાને આ બાબતો આવતાં મુખ્યમંત્રીએ આ જાટિલતાને
સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં 135-ઉની 30 દિવસની નોટિસની
અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. એવી જ રીતે સરકારે જે બીજો નવો સુધારા
કર્યો છે. તે મુજબ, હવેથી રેકોર્ડ
પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ 7/12ના રેકોર્ડ પર દેખાતા તમામ
હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં 135-ઉની નોટીસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં
આવશે. આવા કિસ્સાઓમાં 135ઉની નોટિસ
બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત
કરીને પાકી એન્ટ્રી કરવામાં આવશે. આ ઉપરાંત સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં
આવેલા હુકમોની નોંધ વખતે પણ હવે 135-Dની નોટીસ
બજવવાની રહેશે નહીં અને તેની સીધી જ અમલાવારી કરવામાં આવશે. - આ સુધારો ખેતીની જમીન જ નહીં, દુકાન ફ્લેટ રહેણાંકના મકાનો માટે પણ લાગુ થશે : આ સુધારો
માત્ર ખેતીની જમીન માટે જ નહીં પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ લાગુ થશે. સીધી લીટીના
વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા કેસો,
જે માત્ર 135-Dની વાંધાને
લીધે વિલંબમાં હતા, તેનો ઝડપથી
નિકાલ આવશે.