• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

અંજાર વિધાનસભા વિસ્તારના વિકાસને વેગ

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 1 : ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના મંત્ર સાથે વિકાસકાર્યોને સતત વેગ આપવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત અંજાર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી  ત્રિકમભાઈ છાંગાની સતત રજૂઆત અને પ્રયાસોને મોટી સફળતા મળી છે. અંજાર વિધાનસભા હેઠળ આવતા અંજાર અને ભુજ તાલુકાના કુલ 15 જેટલા `નોન પ્લાન' (ખાસ કિસ્સા)ના રસ્તાઓ માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે અંદાજે રૂા. 30 કરોડ (29.45 કરોડ)ની રકમ મંજૂર કરી છે, જે અંતર્ગત સાત કિ.મી.ના રતનાલ-મોડસર રોડ માટે ત્રણ કરોડ, 4.5 કિ.મી. ધાણેટી-ઉખડમોરા રોડ માટે 2.10 કરોડ, છ કિ.મી.ના મમુઆરા-હબાય રોડ માટે ત્રણ કરોડ, બે કિ.મી. ચાંદ્રોડા એપ્રોચ રોડ 1.10 કરોડ, છ કિ.મી. ચપરેડી-નાડાપા રોડ માટે ત્રણ કરોડ, 3.5 કિ.મી.ના જવાહરનગર, મોડસર, હિરાપર રોડ માટે 1.60 કરોડ, બે કિ.મી.ના ન્યુ રતનાલ અપ્રોચ રોડ માટે 80 લાખ, આઠ કિ.મી.ના નવી દુધઈ (ઈંદ્રપ્રસ્થ વિસ્તાર) રોડ માટે 3.50 કરોડ, 3.1 કિ.મી.ના આંબાપરથી ચાંદરાણી રોડ માટે 1.40 કરોડ, છ કિ.મી.ના ચંદિયાથી મથડા રોડ માટે 2.40 કરોડ, બે કિ.મી.ના પાંતિયા એપ્રોચ રોડ માટે 80 લાખ, એક કિ.મી.ના રાયપર ગામથી ખોખરા રોડને જોડતા રોડ માટે 65 લાખ, અંજાર કોર્ટથી રાધાનગર રોડ (3.75 માંથી 5.5 મીટર) પહોળાઈ વધારવા માટે 3.90 કરોડ, બે કિ.મી.ના બિટ્ટાવલાડિયા એપ્રોચ રોડ માટે 80 લાખ, 3.5 કિ.મી.ના રાતાતળાવ-સતાપર (સચ્ચિદાનંદ મંદિર) રોડ માટે 1.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે વિગતો આપતાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, અંજાર વિધાનસભા વિસ્તારના ગ્રામ્ય રસ્તાઓ વધુ સુદ્રઢ બને તે માટે અમે સતત પ્રયત્નશીલ હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂઆતને ગ્રાહ્ય રાખી ખાસ કિસ્સામાં 29.45 કરોડની માતબર રકમ ફાળવી અને જન સુખાકારી માટે જે નિર્ણય લીધો છે, જે બદલ શ્રી છાંગાએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. - સફળ રજૂઆત કરવા બદલ રાજ્યમંત્રીનો આભાર : ગુજરાત સરકાર દ્વારા આ રોડ રસ્તોના કામોને મંજૂરી મળતા અંજાર તાલુકા ભાજપના પ્રમુખ બી.એન આહીર, મહામંત્રી કાનજીભાઈ આહીર, રૂપાભાઇ રબારી, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબા જાડેજા, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક,.અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ ડેનીભાઇ શાહ, વસંતભાઇ કોડરાણી, મશરૂભાઈ રબારી, ભુજ તાલુકા ના અશોકભાઈ બરાડિયા, દિનેશભાઈ ઠક્કર , વિનોદભાઈ વરસાણી,સહિતનાઓ એ આ માર્ગો માટે સફળ રજૂઆત કરવા બદલ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનો આભાર વ્યકત કરી અભિનંદન પાઠવ્યા હતા. - ચિત્રકૂટ સર્કલ પાસેથી પસાર થતા વાહનોનું ભારણ ઘટતા ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે : અંજાર કોર્ટથી રાધાનગર સુધીના રોડની પહોળાઈ 3.75 મીટરથી વધારીને 5.5 મીટર કરવામાં આવશે, જેનાથી અંજાર તાલુકાના નાગલપર , સિનુગ્રા, ખંભરા સહિતના ગ્રામ વિસ્તાર તેમજ શહેરના વિજય નગર સહિતની અનેક વિસ્તારોમાંથી આવતા વાહનો માટે નવો માર્ગ મળતા અંજાર ચિત્રકૂટ સર્કલ પાસેથી પસાર થતા વાહનોનું ભારણ ઘટતા ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે. તેમજ રાતા તળાવ સતાપર (સચ્ચિદાનંદ મંદિર) ના માર્ગ નો ધાર્મિક રીતે ખૂબ મહત્વ હોતાં તેમજ પ્રવાસન ધામ તરીકે ગોવર્ધન પર્વત નો પણ નમૂનેદાર વિકાસ થયો હોવાથી પ્રવાસીઓ માટે પણ આ માર્ગ સુવિધાજનક બની રહેશે.  આ રસ્તા ની મંજૂરી મળતા સચ્ચિદાનંદ સંપ્રદાય ના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજે નિર્ણય ને આવકાર્યો હતો.   

Panchang

dd