ગાંધીધામ, તા. 1 : તાલુકાના ખારીરોહરના કુખ્યાત
આરોપીને તડીપાર કરવા તંત્ર દ્વારા આદેશ કરાયો હતો.આરોપી ઈસ્માઈલ ઉર્ફે બાડો ઈશાક સોતા
વિરુદ્ધ ગાંધીધામ અને કંડલાના પોલીસ મથકમાં
પાંચ મિલકત સંબંધિત ગુના નોંધાયા હતા, જેને લઈને બી -ડિવિઝન પોલીસ દ્વારા તડીપારની દરખાસ્ત કરાઈ હતી. અંજાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે. ચૌધરીએ ગ્રાહ્ય રાખીને
આરોપી ઈસ્માઈલને કચ્છ તેમજ મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની
હદમાંથી તડીપાર કરવા હુકમ કર્યો હતો. આ આદેશ અનુસાર પોલીસે આ શખ્સને તડીપાર કર્યો હતો.