અંજાર, તા. 1 : નાગર સમાજના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર મહાદેવ જયંતીની ઉમંગ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. અંજાર
વડનગરા નાગર જ્ઞાતિ મંડળના ઉપક્રમે આયોજિત
ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ખત્રીચોક મધ્યે
આવેલાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરૂદ્ર યોજાયો હતો, જેમાં
યજમાન રાધિકાબેન રોનકભાઈ અંતાણી દંપતીએ પૂજનવિધિનો લાભ લીધો હતો. હિતેષ મહારાજે
શાત્રોકતવિધિ સંપન્ન કરાવી હતી. સાંજના સમયે ઈષ્ટદેવની આસ્થાભેર આરતી ઉતારવામાં આવી
હતી, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આરતી
બાદ હાટકેશ હોલ ખાતે સમૂહ પ્રસાદ યોજાયો હતો. મહાપ્રસાદમાં
મીઠાઈના દાતા હર્ષિતભાઈ વૈદ્ય પરિવાર રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ પિનાકીનભાઈ વૈષ્ણવના માર્ગદર્શન તળે સભ્યોએ સહકાર આપ્યો હતો.