ભચાઉ, તા. 1 : લોકોની જરૂરિયાતો પૂરી કરવા
અને લોક સમસ્યાનું નિરાકરણ કરવા લોક પ્રહરી એવા ધારાસભ્ય મળતા પ્રજા રાજીપો વ્યક્ત
કરે છે તેવી લાગણી ભચાઉ તાલુકાના ચોબારીમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ સમારોહ માં વ્યક્ત
કરવામાં આવી હતી મનફરા ગામનાં કંથડનાથજી મંદિર ખાતે સંત સમુદાય ગ્રામ્ય સરપંચો તાલુકા
જિલ્લાના આગેવાનો ગ્રામજનોની ઉપસ્થિતિ માં રાપર વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજાએ રૂપિયા ચોવીસ કરોડ અને સિત્તેર
લાખના ખર્ચે થનાર કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું.સમાંતર આહીર સમાજવાડી ક્રિષ્ના
નગર ચોબારી ખાતે પણ રોડ - રસ્તા,પ્રાથમિક
શાળા કુમાર સાડા ,ગ્રામ પંચાયત ઘર નું ખાત મુહૂર્ત પાણીના ટાંકા
અને પાઇપ લાઇન નું ખાત મુહુર્ત કરાયું હતું.ચોબારી ખાતે જીલ્લા પંચાયત ના પૂર્વ ચેરમેન
નામેરી ભાઈ ઢીલા એ કહ્યું કે આ પંથક ને ત્રણ વર્ષ થી વિરેન્દ્રાસિંહ જાડેજા,
ધારાસભ્ય તરીકે મળતા નર્મદા નહેર બંધ થતી નથી ખેતી માં ક્રાંતિ આવી છે.
આજે ચોબારી આસપાસ ના ગામ માં સાડા ત્રણ કરોડ નાં ખર્ચ થી વિવિધ કામોનું ખાત મુહુર્ત
થયું છે ચાર પ્રાથમિક શાળા અને શહેર માં હોય તેવા રીંગ રોડ જે ઘનશ્યામ નગર સમાજવાડી
થી નવી ચોબારી ,ક્રિષ્ના નગર , કબિર નગર
ને સાંકડી લેશે. આ કાર્ય બદલ આહીર સમાજ ના આગેવાનોએ ધારાસભ્યનું વિશેષ બહુમાન કર્યું હતું .સરપંચ વેલજીભાઈ ઢીલા
કાનાભાઈ હીરાભાઈ આહીર,પાંચા હીરાભાઈ, પાંચા પરબતભાઇ આહીર,કાનાભાઈ હીરાભાઈ ઢીલા જમીન વિકાસ બેંક ભચાઉ નાં
ચેરમેન હમીર ભાઈ આહીર ,કાના બિજલભાઈ આહીર, ખડીરનાં નારણભાઈ આહીર , સામતહભાઈ વગેરે ધારાસભ્યનું સન્માન
કર્યું હતું મનફરા ગામે કંથડ નાથ જાગીર ખાતે વિકાસકામોના ખાતમુહૂર્ત ની સમાંતર શ્રી
વિરેન્દ્રસિંહ જાડેજાએ રહહુલનાથજી મહંત શ્રી કથડ નાથજી જાગીર દર્શન કર્યાં હતાં. કાંથકોટ કંથડનાથ જાગીર નાં મહંત સુખનાથ બાપુ હાજર રહ્યા હતા.અહી મનફરા ગામ અને જાગીર દ્વારા ધારાસભ્ય નું વિશેષ બહુમાન
કરાયું હતું. આ પ્રસંગે મનફરા સરપંચ હમીર ભાઈ.ખારોઈ સરપંચ સમરથ સિંહ સોઢા .પૂર્વ સરપંચ
હેમુભા સોઢા રાજેશભાઈ આહીર પ્રમુખ રાપર યુવા ભાજપ, હમીરજી સોઢા,
અન્ય મહેમાનો માં ચાંદ ભાઈ ઠક્કર.રાપર નગર પાલિકા .તાલુકા ભાજપ નાં મહામંત્રી
સુરેશભાઈ કોલી.અને જગદીશભાઈ સુથાર પૂર્વ પ્રમુખ ભચાઉ તાલુકા પંચાયત ભરતાસિંહ નટુભા
જાડેજા .પૂર્વ પ્રમુખ રાપર તાલુકા પંચાયત શ્રી હમીરજી સોઢા ખારોઈ નાં અજીતાસિંહ વેલુભા,
સમરથાસિંહ જોરુભા, બહાદુરાસિંહ વેલૂભા. સરપંચો મહાદેવભાઈ
ઉંદરીઆ.સવજીભાઈ સંઘાર, કરસનભાઈ પટેલ. મેગપાર. દેવાભાઇ રબારી ચંહદરોડી
, વિનુભાઇ થાનકી વગેરે રહ્યા હતા. રૂપેશભાઈ આહીર પૂર્વ ચેરમેન જીલ્લા
પંચાયત, તાલુકા ભાજપ
પ્રમુખ વાઘજીભાઇ છાંગા વગેરે હાજર રહ્યા હતા રૂપિયા ત્રીસ લાખના ખર્ચે બનનાર મનફરા
કૉમ્યુનિટી હોલ નું ખાતમુહૂર્ત કથડ નાથજી જગ્યા ખાતે કરાયું હતું અહી રાહુલનાથજી મહંત
.મનફરા કથડનાથજી .મહંત શ્ મનીરામ દાસ
,શાસ્ત્રી લાલા મારાજ પંડ્યા.. ઉપસરપંચ ભરત ભાઈ વગેરેની ઉપસ્થિતિ સાથે
ધારાસભ્ય શ્રી નું બહુમાન કરાયું હતું. વિકાસ કાર્યો માં જડસા કાંઠકોટ રોડ નું લોકાર્પણ
કરાયું હતું આ માર્ગ રૂપિયા દોઢ કરોડ નાં ખર્ચે બન્યો છે આમ જૂના કટારીયા ચંદરોડી,
સહિતના અનેક કામોનું લોકાર્પણ કરાયું હતું.