• મંગળવાર, 01 જુલાઈ, 2025

પથૂમ નિસંકાના 187 રનની મદદથી શ્રીલંકાના 4 વિકેટે 368

ગોલ (શ્રીલંકા), તા.19 : ઓપનર પથુમ નિસંકાની શાનદાર સદી (187 રન)ની મદદથી બાંગલાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાએ મક્કમ જવાબ આપ્યો છે. આજે ત્રીજા દિવસની રમતના અંતે શ્રીલંકાના પહેલા દાવમાં 4 વિકેટે 368 રન થયા હતા. તે બાંગલાદેશથી હજુ 127 રન પાછળ છે અને 6 વિકેટ અકબંધ છે. બાંગલાદેશના પહેલા દાવમાં 49પ રન થયા હતા. લંકન ઓપનર પથુમ નિસંકાએ તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી અને 1000 રન પણ પૂરા કર્યા હતા. જો કે, તે બેવડી સદી ચૂકી ગયો હતો. નિસંકા 26 દડામાં 23 ચોગ્ગા અને એક છગ્ગાથી 187 રને આઉટ થયો હતો, જ્યારે નિવૃત્તિની જાહેરાત કરી ચૂકેલ એન્જલો મેથ્યુસ તેની છેલ્લી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 69 દડામાં ત્રણ ચોગ્ગા-એક છગ્ગા સાથે 39 રને આઉટ થયો હતો. અનુભવી દિનેશ ચંડિમાલે પ4 રન કર્યાં હતા. કામિન્ડુ મેન્ડિસ 37 અને કેપ્ટન ધનંજય ડિ'સિલ્વા 17 રને અણનમ રહ્યા હતા. શ્રીલંકાના 93 ઓવરમાં 4 વિકેટે 368 રન થયા હતા. બાંગલાદેશ તરફથી હસન મહમૂદ, તૈઝૂલ ઇસ્લામ, નઇમ હસન અને મોમિનુલ હકને 1-1 વિકેટ મળી હતી. 

Panchang

dd