• મંગળવાર, 01 જુલાઈ, 2025

નંબર વન ચેસ ખેલાડી હોઉને હાર આપતી ભારતની દિવ્યા

નવી દિલ્હી તા. 19 : ફિડે વર્લ્ડ રેપિડ એન્ડ બ્લિટઝ ટીમ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં બ્લિટઝના સેમિ ફાઇનલમાં ભારતની યુવા મહિલા શતરંજ ખેલાડી દિવ્યા દેશમુખે દુનિયાની નંબર વન ખેલાડી હોઉ યિફાનને સનસનીખેજ હાર આપી છે. આ સ્પર્ધા લંડનમાં રમાઇ રહી છે. જેમાં નાગપુરની 19 વર્ષીય પ્રતિભાશાળી શતરંજ મહિલા ખેલાડી દિવ્યા દેશમુખે નંબર વન ચીનની ગ્રાંડમાસ્ટર હોઉ યિફાનને હાર આપી હતી. આથી ભારતીય મહિલા ટીમે બ્લિટઝ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. જયારે રેપિડ ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો હતો. દુનિયાની નંબર વન ખેલાડીને હાર આપવા માટે દિવ્યા દેશમુખને પીએમ નરેન્દ્ર મોદીએ બિરદાવી છે અને અભિનંદન આપ્યા છે. 

Panchang

dd