• સોમવાર, 14 જુલાઈ, 2025

ચોથા ક્રમે ગિલની બેટિંગ, વનડાઉનનું નક્કી નહીં

લીડઝ તા. 18 : ભારતીય ટીમના ઉપકપ્તાન રિષભ પંતે આજે સ્પષ્ટ કર્યું છે કે, વિરાટ કોહલીનાં સ્થાને નંબર ચાર પર કપ્તાન શુભમન ગિલ બેટિંગ કરશે. શુક્રવારથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પૂર્વે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચોથા ક્રમે કપ્તાન શુભમન ગિલ બેટિંગ કરશે. પંતે કહ્યં હતું કે, નંબર ત્રણ પર કોણ બેટિંગ કરશે તેની ચર્ચા ચાલી રહી છે. આ સ્થાન પર હજુ કોઇ નામ નક્કી થયું નથી, પરંતુ નંબર ચાર પર કપ્તાન શુભમન ગિલ બેટિંગ કરશે તે નિશ્ચિત છે. જ્યારે હું પાંચમા ક્રમે બેટિંગમાં આવીશ. વિરાટ કોહલીના સંન્યાસ બાદ શુભમન ગિલ તેના સ્થાને ઊતરશે. પંતે એમ પણ જણાવ્યું કે, પહેલી ટેસ્ટના સંયોજ પર ચર્ચા ચાલી રહી છે. ફાઇનલ ઇલેવન આગલા દિવસે જ ફિકસ થશે. ટીમમાં પોતાની ભૂમિકા વિશે રિષભ પંતે જણાવ્યું કે, હું બેટિંગ હોય કે કીપિંગ તમામ ક્ષેત્રમાં ટીમને સહયોગ આપવાની કોશિશ કરીશ. કોહલી અને રોહિતની નિવૃત્તિ વિશેના સવાલ પર કહ્યંy કે, આ બન્ને મોટા ખેલાડી હતા. જે હવે ટીમના હિસ્સા રહ્યા નથી. તેમની ખોટ પડશે. અમારી સામે પડકાર છે કે ટીમને આગળ લઇ જાય. અમારું લક્ષ્ય ઇંગ્લેન્ડમાં સારો દેખાવ કરવાનું છે. અંતમાં પંતે કહ્યંy હતું કે, અમદાવાદમાં જે વિમાની દુર્ઘટના થઇ એથી આખો દેશ શોકમાં  છે. એક ક્રિકેટર તરીકે અમે ભારતને ખુશી આપવાની કોશિશમાં રહેશું 

Panchang

dd