• મંગળવાર, 01 જુલાઈ, 2025

પ્રથમ ટેસ્ટની પીચ સૂકી હશે : ક્યુરેટર

લીડઝ, તા. 18 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બહુપ્રતીક્ષિત પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ શુક્રવારથી થવાનો છે. પહેલી મેચ લીડઝમાં હેડિંગ્લે ખાતે રમાશે. ઇંગ્લેન્ડ ટીમ હંમેશાં એશિયન ટીમનું પ્રથમ ટેસ્ટમાં ઘાસવાળી અને બોલરોને મદદ કરતી વિકેટ પર સ્વાગત કરે છે, પરંતુ આ વખતે આનાથી વિપરીત જોવા મળી શકે છે. હેડિંગ્લેની પીચ સૂકી અને બેટધરોને મદદગાર હશે તેવો સંકેત ક્યુરેટરે આપ્યો છે. ક્યુરેટર રિચર્ડ રોબિન્સને જણાવ્યું કે, બસ અમે એક સારી પીચ બનાવવા માગીએ છીએ. તેનું માનવું છે કે, શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ મળશે. આ પછી અપેક્ષિત ગરમીને લીધે પીચ સપાટ બની જશે. જેથી બેટધરોને મદદ મળશે. આ પીચ ઇંગ્લેન્ડની શૈલીને જ બેઝબોલ (આક્રમક બેટિંગ) અનુકૂળ હશે તેવું નથી, બિનઅનુભવી ભારતીય બેટિંગ ક્રમને પણ ફાયદો મળશે. હાલ પીચ પર ઘણું ઘાસ જોવા મળે છે. જે મેચના દિવસે ઘટીને 8 મિ.મી. રહી જશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસ પછી ભારતની બેટિંગ લાઇનઅપમાં કેએલ રાહુલ સૌથી અનુભવી બેટ્સમેન છે. શુભમન ગિલ નવો કપ્તાન બન્યો છે અને કરુણ નાયરે 7 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી છે. ભારતીય ટીમને લીડઝમાં છેલ્લે 2021માં એક ઇનિંગ્સની હાર મળી હતી. 

Panchang

dd