• મંગળવાર, 01 જુલાઈ, 2025

પ્રેક્ટિસ મેચમાં સદી કરી શાર્દુલે ટેસ્ટમાં દાવો મજબૂત કર્યો

લીડસ, તા. 16 : ઇંગ્લેન્ડ વિરુદ્ધની પ ટેસ્ટ મેચની શ્રેણીની તૈયારીમાં ટીમ ઇન્ડિયા વ્યસ્ત છે. આ માટે હાલ ઇન્ટ્રા સ્કવોડ મેચ રમાઇ રહી છે. જેમાં ઇન્ડિયા એ ટીમ અને સિનિયર ટીમના ખેલાડીઓ હિસ્સો લઇ રહ્યા છે. આ પ્રેક્ટિસ મેચમાં શાર્દુલ ઠાકુરે શાનદાર ઓલરાઉન્ડ દેખાવ કરીને પ્રથમ ટેસ્ટ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. શાર્દુલ ઠાકુરે 122 રનની ઝડપી ઇનિંગ રમી સાથી બોલરોની જ ભારે ધોલાઇ કરી હતી. આ ઉપરાંત આ મેચમાં તેને 4 વિકેટ પણ મળી છે. મેચના બીજા દિવસે શાર્દુલ ઠાકુર રમત બંધ રહી ત્યારે 10 દડમાં 19 રને નોટઆઉટ રહ્યો હતો. મેચના આખરી દિવસે તેણે આક્રમક બેટિંગ કરી સદી ફટકારી હતી. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી શુક્રવારથી શરૂ થઇ રહી છે. પહેલી ટેસ્ટની ભારતીય ઇલેવનમાં ઓલરાઉન્ડર તરીકે શાદુલ ઠાકુર અને નીતિશકુમાર રેડ્ડી વચ્ચે સ્પર્ધા છે.

Panchang

dd