• મંગળવાર, 17 જૂન, 2025

રાજકોટમાં નવે. મધ્યે દ. આફ્રિકા અને ભારત એ ટીમ વચ્ચે વન-ડે શ્રેણી રમાશે

રાજકોટ/મુંબઇ, તા. 9 : ભારત અને દક્ષિણ આફ્રિકા એ ટીમ વચ્ચેની ત્રણ વન ડેની શ્રેણી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર નવેમ્બર મધ્યે રમાશે. અગાઉ આ વન ડે શ્રેણી બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાવાની હતી. હવે બીસીસીઆઇએ આજે સ્થળ ફેરફાર કરી આફ્રિકા-ભારતની એ ટીમ વચ્ચેની આ ત્રણ મેચની વન ડે શ્રેણી રાજકોટમાં રમાશે તેવું જાહેર કર્યું છે. બેંગ્લુરુમાં મહિલા વિશ્વ કપના લીગ મેચ અને ફાઇનલ રમાવાની છે. રાજકોટમાં ભારત-આફ્રિકા એ ટીમ વચ્ચેના ત્રણ વન ડે મેચ 13, 16 અને 19 નવેમ્બરે રમાશે. આ ત્રણેય મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી મળશે. બીસીસીઆઇએ જાહેર કર્યું છે કે, ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ હવે કોલકતાના બદલે દિલ્હી ખાતે રમાશે, જ્યારે ભારત-આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ દિલ્હીના બદલે કોલકતા ખાતે રમાશે. આ મેચનું આયોજન 14થી 18 નવેમ્બર દરમિયાન થયું છે. બીસીસીઆઇએ આ ફેરફાર આવતા વર્ષે રમાનારા ટી-20 વિશ્વ કપ અને આ વર્ષે રમાનારા મહિલા વન ડે વિશ્વ કપની તૈયારીને ધ્યાને રાખીને કર્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd