• મંગળવાર, 17 જૂન, 2025

રાજ્યકક્ષાની કોર્પોરેટ બેડમિન્ટન સ્પર્ધામાં ઓફિસર્સ ક્બલ-ભુજની ટીમ ચેમ્પિયન

ભુજ, તા. 9 : જીયુવીએનએલ બરોડા દ્વારા રાજ્યકક્ષાની કોર્પોરેટ ટૂર્નામેન્ટ `કોર્પોરેટ બેડમિન્ટન રણ' ફિટનેસ વિથ ફિધરનું મલ્ટિપર્પઝ રિક્રિયેશન હોલ બરોડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન (ફોકીઆ)એ સહયોગ આપ્યો હતો. મુખ્ય હેતુ, કોર્પોરેટ વર્ક ફોર્સમાં ફિટનેસ અને સ્વાસ્થ્ય વિશે જાગૃતતા લાવવી, જીતવા માટેની ભાવનાને જગાવવાનો હતો. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઋઞટગકના એમ.ડી. જયપ્રકાશ શિવહરે, ફોકીઆના એમ.ડી. નિમિષ ફડકે, ઋઞટગકના જનરલ મેનેજર જે.ટી. રાય અને શ્રી માથુર, ફોકીઆના મમતા વસાણી, ઓફિસર્સ ક્લબ-ભુજના શ્રી બી.ડી. પ્રજાપતિ અને અને વિવિધ ટીમોના કેપ્ટન જોડાયા હતા. આ ટૂર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતની 9 કંપનીની 10 ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ શહેરોના વિસ્તારોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઋઞટગકના એમ.ડી. જયપ્રકાશ શિવહરે અને ફોકીઆના એમ.ડી.  નિમિષ ફડકેએ પણ ટૂર્નામેન્ટમાં ખેલાડી તરીકે ભાગ લીધો હતો. સમગ્ર ટૂર્નામેન્ટમાં દિવસ દરમિયાન કુલ 69 મેચ રમાઈ હતી. ટૂર્નામેન્ટમાં ઓફિસર્સ ક્લબ ભુજ ટીમ-એ વિજેતા અને ઘગઋઈની ટીમ ઉપવિજેતા રહી હતી. સમાપન સમારોહમાં ફોકીઆના એમ.ડી. નિમિષ ફડકે, જે.ટી. રાય, બી.ડી. પ્રજાપતિ વગેર મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા. વિજેતા ટીમને રૂા. 7500 અને ઉપવિજેતા ટીમને રૂા. 5000ના પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી. રેફરી તરીકે ઇન્ડિયન બેડમિન્ટન એસોસીએશનના લાડિંગ રેફરી  રાકેશ રસાણિયા અને ટીમે સેવાઓ આપી હતી. ટૂર્નામેન્ટમાં જીયુવીએનએલ, ઘગઋઈ, ઋગBિઍ, ઋજBિઍ, ઋઊઝઈઘ, ઋજઊકઈ, ખઋટઈક, સચિવાલય જીમખાના ગાંધીનગર, ઓફિસર્સ ક્લબ ભુજ વગેરે ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે ઉજિત શુક્લા, દુષ્યંતસિંહ જાડેજા, દ્વિજ બરાડ અને શુભાંકર બ્રહ્મભટ્ટ, ઓફિસર્સ ક્લબના મહિપાલાસિંહ ઝાલા, અજિત યાદવ અને ફોકીઆના ભરત બારોટ વગેરે સહયોગ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd