• મંગળવાર, 17 જૂન, 2025

એસપીએલ : કચ્છ રાઇડર્સ સામે સોરઠ લાયન્સનો 16 રને વિજય

રાજકોટ તા.9: સૌરાષ્ટ્ર પ્રો ટી-20 લીગની આજની પ્રથમ મેચમાં બોલરોના બળે કચ્છ રાઇડર્સ વિરૂધ્ધ સોરઠ લાયન્સનો 16 રને વિજય થયો હતો. આ લો સ્કોરીંગ મેચમાં સોરઠ લાયન્સ ટીમના 20 ઓવરમાં 7 વિકેટે 124 રન થયા હતા. જેમાં રક્ષિત મહેતાના 42 દડામાં 48 રન મુખ્ય હતા. જયારે કેપ્ટન પ્રેરક માંકડે 22 રનની ઇનિંગ રમી હતી. કચ્છ રાઇડર્સ તરફથી દેવાંગ કરમટાએ 3 અને પાર્થ ભૂતે 2 વિકેટ લીધી હતી. 12પ રનના સામાન્ય વિજય લક્ષ્યાંકનો પીછો કરતા કચ્છ વોરિયર્સ ટીમના 20 ઓવરમાં 8 વિકેટે 108 રન થયા હતા. આથી તેનો 16 રને પરાજય થયો હતો. કચ્છ તરફથી કપ્તાન ધર્મેન્દ્ર જાડેજાએ 34 રન અને 10મા ક્રમનો પાર્થ ભૂત 2પ રને નોટઆઉટ રહ્યો હતો. સોરઠ તરફથી ચેતન સાકરિયા, મૌર્ય ઘોઘારી અને અર્પિત વસાવડાએ 2-2 વિકેટ લીધી હતી. રક્ષિત મહેતા પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd