ભુજ, તા. 9 : રાજપૂત
યુવક મંડળ દ્વારા તાજેતરમાં શરદબાગ કિંગ્સ કોર્ટ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાજપૂત
બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન-3નું
આયોજન કરાયું હતું, જેમાં 15 ટીમે ભાગ લીધો હતો. આ બે દિવસીય સ્પર્ધામાં ગત વર્ષની રનર્સ-અપ રહેલી
ટીમ રાજપૂત ટાઇટન્સે ટાઇટન્સ એક્સ-7ને
સાત વિકેટે હરાવી ચેમ્પિયનનો ખિતાબ ફરી પોતાના નામ કર્યો હતો, આ ટૂર્નામેન્ટના સૌથી વધુ છગ્ગા-ચોગ્ગા અને મેન ઓફ ધ સિરીઝ ટાઇટન્સ એક્સ-7ના કેદાર મકવાણા રહ્યા હતા, જ્યારે બેસ્ટ બેટ્સમેન જસરાજ સોલંકી
તથા બેસ્ટ બોલર પાર્થ એક્સ-7 ટીમના
પ્રતીક પઢિયાર રહ્યા હતા. ટાઇટન્સ એક્સ-7 ટીમે
ટૂર્નામેન્ટની ફેરપ્લે એવોર્ડ ટીમનો ખિતાબ જીત્યો હતો. ટૂર્નામેન્ટમાં અમ્પાયર તરીકે
વિરાટ સોલંકી, રાજપૂત યુવક મંડળના પ્રમુખ હિરેન રાઠોડ, મંત્રી ચિંતન ગોહિલ, જસરાજ સોલંકી, વિવેક રાઠોડ, ધ્રુમિલ આમર, દીપ
ડુડિયા તથા સ્કોરર તરીકે ભુજ રાજપૂત સમાજના કરોબારી સભ્ય હિતેશ ડુડિયા અને પૂર્વ રાઠોડે
સેવા આપી હતી. ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન, રનર્સ-અપ અને મેન ઓફ
ધ સિરીઝ ટ્રોફીના સ્પોન્સર ભૌમિકાસિંહ સોલંકી, શ્રેષ્ઠ બેટ્સમેન
અને શ્રેષ્ઠ બોલર ટ્રોફીના સ્પોન્સર નાનજીભા ધલ, ફેરપ્લે ટીમ
સૌથી વધુ ચોગ્ગા અને સૌથી વધુ છગ્ગા ફટકારનાર ટ્રોફીના સ્પોન્સર ભુજ રાજપૂત સમાજના
મંત્રી અમિત રાઠોડ રહ્યા હતા. આ ઉપરાંત ટૂર્નામેન્ટ દરમ્યાન ભુજ રાજપૂત સમાજ,
હરેશભાઈ આમર, વિરલ ડુડિયા, ભરતાસિંહ સોલંકી, હરીશચંદ્ર ચાવડા, સચિનાસિંહ ગોહિલ, મુકેશાસિંહ રાઠોડ, મહેશ પરમાર, નીતિન મકવાણા, નીલેશ
રાઠોડ (જનકાર મેન્સવેર), રાહુલ પરમાર (નીલકંઠ એલઈડી),
આદિત્યાસિંહ રાઠોડ (ગુરુકૃપા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ), ભાર્ગવ ચાવડા (ઈવેન્ટ્રા), દિલીપાસિંહ રાઠોડ (ફેશન બેગ-માંડવી),
અમિત રાઠોડ (સાથ એજ્યુકેશન), જિગર ભટ્ટી (ઇમેજિન),
કિશન ડુડિયા (કે.આર. બેવરેજીસ) અને વિરલભાઈ ડુડિયા (આશાપુરા સાઉન્ડ)
વગેરેએ સહયોગ આપ્યો હતો. ટૂર્નામેન્ટ દરમિયાન ભુજ રાજપૂત સમાજના પ્રમુખ હિરેનભાઈ રાઠોડ,
અગ્રણી અમિત રાઠોડ, પ્રેમજીભાઈ રાઠોડ, મૌલિક સોલંકી, જયભાઈ પરમાર, કમલ
સોલંકી, દીપકભાઈ (અનિલ) સોલંકી, નાનજીભા
ધલ, દિનેશ રાઠોડ, ગોપાલજી મોખા,
નારાણજી ચાવડા, હિંમત મોખા, હર્ષદભાઈ ગોહિલ, વોર્ડ નંબર 7ના નગરસેવિકા મનીષાબેન સોલંકી, ધવલરાજ સોલંકી, ભરતાસિંહ બારાચ, આનંદ સોલંકી, ભાવિક
પરમાર, સુરેશ સોલંકી, આરસીએલ ક્રિકેટ
ગ્રુપના સભ્યો તથા બહોળી સંખ્યામાં સમાજના લોકોએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
હતો. સંચાલન રાજપૂત યુવક મંડળના કારોબારી સભ્ય
પૂજનકુમાર રાઠોડે કર્યું હતું.