બ્રિસ્ટલ, તા. 9 : વેસ્ટ
ઇન્ડિઝ વિરુદ્ધની બીજી ટી-20 મેચમાં
ઇંગ્લેન્ડનો 9 દડા બાકી રહેતાં 4 વિકેટે સંગીન વિજય થયો હતો અને 3 મેચની શ્રેણી 2-0ની
અતૂટ સરસાઇથી કબજે કરી હતી. આ પહેલાં ઇંગ્લેન્ડે વન ડે શ્રેણીમાં 3-0થી વિન્ડિઝના સૂપડા સાફ કર્યા હતા. ગઇકાલે રમાયેલી
બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝે 6 વિકેટે 196 રન
કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 18.3 ઓવરમાં
6 વિકેટે 199 રન
કરી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડ તરફથી ડેથ ઓવર્સમાં જેકેબે બેથલે 10 દડામાં 26 અને
ટોમ બેંટેને 11 દડામાં અણનમ 30 રન કર્યા હતા. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 21 દડામાં પ6 રનની
ઝડપી ભાગીદારી થઇ હતી. આ પહેલાં બટલર 36 દડામાં
47 રન કરી આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝે તેની ઈનિંગ્સ દરમિયાન
19મી ઓવરમાં આદિલ રશીદની ધોલાઈ કરીને 5 છગ્ગાથી 31 રન
ઝૂડયા હતા. જેસન હોલ્ડરે શરૂઆતના ત્રણ દડામાં અને રોમારિયો શેફર્ડે આખરી બે દડામાં
છગ્ગા ફટકાર્યાં હતા. હોલ્ડરે 29 અને
શેફર્ડે 19 રન કર્યાં હતા. વિન્ડિઝ તરફથી
કપ્તાન શાઇ હોપે સર્વાધિક 49 રનની
ઇનિંગ્સ રમી હતી. 2પ રનમાં 2 વિકેટ લેનાર ઇંગ્લેન્ડનો મીડીયમ પેસર લ્યૂક વૂડ પ્લેયર
ઓફ ધ મેચ બન્યો હતો.