• બુધવાર, 21 મે, 2025

12 મેચમાં 135 રન : પંતની કારકિર્દીની સૌથી ખરાબ સીઝન

લખનઉ તા.20 : કપ્તાન રિષભ પંતના ફલોપ શો સાથે લખનઉ સુપર જાયન્ટસ ટીમની આઇપીએલની સફર સમાપ્ત થઇ છે. મેગા ઓકશનમાં વિક્રમી 27 કરોડમાં ખરીદાયેલો રિષભ પંત લખનઉ સુપર જાયન્ટસનો કેપ્ટન બન્યો અને તેનો નબળો દેખાવ ટીમની નિષ્ફળતાનું મુખ્ય કારણ બની રહ્યો. તેના ખાતામાં 12 મેચમાં માત્ર 13પ રન જ છે. તેની સ્ટ્રાઇક રેટ 100થી ઓછી છે. દિલ્હી કેપિટલ્સ તરફથી પદાર્પણ પછી તેની આ સૌથી ખરાબ સીઝન છે. મેચ બાદ એલએસજી કપ્તાન પંતે પોતાના નબળા ફોર્મને બદલે બોલરોની ઇજાને લીધે સીઝન ખરાબ ગઇ હોવાનું કારણ આપ્યું હતું. જો કે ટીમના ખેલાડી મિચેલ માર્શે સ્વીકાર્યું કે પંત માટે આ સીઝન સારી રહી નહીં. તે શાનદાર ખેલાડી છે. આથી તે જલ્દીથી વાપસી કરી લેશે.અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે  પંત ઇંગ્લેન્ડ પ્રવાસની ભારતીય ટીમનો મુખ્ય ખેલાડી હશે. તે કેપ્ટનની રેસમાં પણ હતો, પરંતુ આઇપીએલમાં નબળી કેપ્ટનશીપ અને ખરાબ દેખાવને લીધે તે હવે આ રેસની બહાર થઇ ચૂકયો હોવાનું કહેવાય છે. સુકાનીપદના દબાણમાં પંત ખુદની પ્રતિભા સાથે ન્યાય કરી શકયો નથી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd