કુઆલાલમ્પુર,
તા. 19 : બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પી. વી. સિંધુ અને
એચ. એસ. પ્રણય મંગળવારથી શરૂ થઇ રહેલી મલેશિયા માસ્ટર્સ સુપર-પ00 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના પડકારની આગેવાની લેશે.
સિંધુ અને પ્રણય ખરાબ ફોર્મ અને ફિટનેસ સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છે. તેઓ સફળ વાપસીની
કોશિશ કરશે. પહેલા રાઉન્ડમાં 16મા
ક્રમની સિંધુની ટકકર જાપાનની નાત્સુકી નિદાઇરા સામે થશે. તેણીનો વિશ્વ ક્રમાંક 20 છે. જ્યારે 3પમા
નંબર પર ખસી ગયેલ એચ. એસ. પ્રણય મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં જાપાનના પાંચમા ક્રમના
કેંતો નિશિમોતોનો સામનો કરશે. ભારતની માલવિકા બંસોડ, આકર્ષી કશ્યપ,
અનુભવી કિદાંબી શ્રીકાંત પણ મલેશિયા માસ્ટર્સમાં ઉતરી રહ્યા છે.