બેંગ્લુરુ, તા. 19 : રોયલ
ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમમાં ઝિમ્બાબ્વેનો ઝડપી બોલર બ્લેસિંગ મુજરાબાની કામચલાઉ રીતે
સામેલ થયો છે. તેણે દ. આફ્રિકી બોલર લૂંગી એન્ગિડીની જગ્યા લીધી છે. એન્ગિડી હાલ આરસીબી
સાથે જ છે, પણ 26 મેના
આફ્રિકા પરત ફરી રહ્યો છે. તે ડબ્લ્યૂટીસી ફાઇનલની આફ્રિકી ટીમનો હિસ્સો છે. મુજરાબાનીનો
આરસીબીમાં સમાવેશ 26 મેથી લાગુ થશે. તે 7પ લાખ રૂપિયામાં આરસીબી ફ્રેંચાઈઝી સાથે કરારબદ્ધ થયો
છે. તે કયારે પણ આઇપીએલ રમ્યો નથી. અગાઉ તે લખનઉ ટીમનો નેટ બોલર હતો. મુજરાબાની હાલ
ઇંગ્લેન્ડ પ્રવાસે છે. ઝિમ્બાબ્વે ટીમને 22થી
2પ મે દરમિયાન ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચાર દિવસીય ટેસ્ટ મેચ
રમવાનો છે. આરસીબી ટીમમાં હાલ હેઝલવૂડ પણ નથી. તેણે ટીમ તરફથી સૌથી વધુ 18 વિકેટ લીધી છે.