લખનઉ તા.20 : લખનઉ સુપર
જાયન્ટસના દિગ્વેશ રાઠી પર સીઝનમાં ત્રીજીવાર આઇપીએલ આચારસંહિતના ઉલ્લંઘન સબબ એક મેચનો
પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત તેના પર મેચ ફીનો પ0 ટકાનો દંડ થયો છે. ગઇકાલે
સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન બની હતી. રાઠીએ સનરાઇઝર્સના ઓપનર અભિષેક શર્માને
આઉટ કરી નોટબૂક સ્ટાઇલથી ઉજવણી કરી હતી અને બાદ અભિષેક સાથે ઝઘડો થયો હતો. આ મામલે
અભિષેકને મેચ ફીનો 2પ ટકાનો દંડ
થયો છે અને એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો છે. સનરાઇઝર્સની ઇનિંગ્સની 8મી ઓવરમાં રાઠીએ અભિષેક શર્માને આઉટ કરી નોટબૂક સ્ટાઇલથી
ઉજવણી કરી હતી અને સાથોસાથ મેદાનમાંથી વિદાય થવાનો ઇશારો કર્યો હતો. આ પછીથી બન્ને
વચ્ચે ઝઘડો થયો હતો અને પિચ વચ્ચે બોલાચાલી થઇ હતી. આથી અમ્પાયરે વચ્ચે મામલો થાળે
પાડવો પડયો હતો. અહેવાલ અનુસાર અભિષેક શર્માએ બોલાચાલી દરમિયાન રાઠીને ચોટી પકડીને
મારીશ તેવી ધમકી આપી હતી. બાદમાં મેચ રેફરીએ દિગ્વેશ પર એક મેચનો પ્રતિબંધ મુકયો હતો. તેણે ત્રીજીવાર
આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. પાંચ ડિમેરિટ પોઇન્ટ થવાથી તેના પર એક મેચનો પ્રતિબંધ
આવ્યો હતો.