• મંગળવાર, 17 જૂન, 2025

ભુજ : એકના ત્રણમાં રાજસ્થાનના શખ્સો શીશામાં ઊતર્યા, પણ પોલીસ ત્રાટકી

ભુજ, તા. 20 : ઉપર એક સાચી અને નીચે નકલી કે તેવા જ કલરવાળી નોટ્સના બંડલ તૈયાર કરી શીશામાં ઉતારવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આ ઉપરાંત આવા નકલી બંડલો તથા તેવાં કાગળના બંચ પણ આવા ઠગબાજો પાસેથી જપ્ત થયાના તાજેતરના બનાવો વચ્ચે રાજસ્થાનના બે શખ્સ એકના ત્રણ કરવા બિકાનેરથી ભુજ આવ્યા, પણ આ ખેલ પાર પડે તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને આ બે રાજસ્થાનના શખ્સ તથા ભુજના બે ઠગબાજને ઉપર એક 500ના દરની સાચી અને નીચે મનોરંજન બેન્ક સ્ટીકરવાળીના ત્રણ બંડલ સાથે ચાર આરોપીને ઝડપી પાડયા છે. ગઇકાલના આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે, અમુક ઇસમોએ એકના ત્રણ કરવાની જાહેરાત આપી હતી જેથી બહારથી આવેલા શખ્સોને શહેરના આર.ટી.ઓ. સર્કલ પાસે બોલાવાયા છે અને છેતરપિંડી કરવાની ફિરાકમાં છે. બાતમીનાં પગલે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ એક્સેસથી નીકળેલા બે શખ્સનો પીછો કરતાં કતિરા કોમ્પ્લેક્સના સામે કટ પાસે એક્સેસ ઊભી રાખી કોઇકથી ફોન પર વાત કરતા હતા ત્યારે દબોચી એક્સેસની ડીકીની તલાશી લેતાં તેમાંથી ઉપર 500ના દરની એક સાચી અને નીચે મનોરંજન બેન્કના સ્ટીકરવાળી નકલી નોટના ત્રણ બંડલ મળ્યા હતા. દબોચાયેલા આ શખ્સને પૂછતાં પોતાનું નામ સાહિલ રમજુ સમેજા (રહે. મુસ્લિમ સ્કૂલ પાસે, ભુજ)રશીદ આમદ સમા (રહે. રાહુલનગર, ભુજ) જણાવી કહ્યું કે, એક લાખના ત્રણ લાખ કરી આપવાની જાહેરાત આપતાં રાજસ્થાનથી માણસો બોલાવ્યા છે. આ બાદ રાજસ્થાનના બિકાનેર બાજુના મોહિત વિજયરાજ જૈન તથા શેરારામ હડમાનારામ ભાગુ (નોખા)ને પણ ઝડપી લીધા હતા. શેરારામ પાસેથી સાચા 50 હજાર મળ્યા હતા, તે મોહિત સાથે 50  હજારના દોઢ લાખ કરવા અહીં આવ્યાનું જણાવ્યું હતું. પોલીસે ચારે આરોપી પાસેથી રોકડા રૂા. 51,500 તથા ત્રણ નકલી નોટના બંડલ, છ મોબાઇલ કિં. રૂા. 1,50,000, એક્સેસ ટુ-વ્હીલર નં. જી.જે.-12-એચ.એ.- 5849 કિં. રૂા. 50,000 એમ કુલે રૂા. 2,51,500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd