બ્રિસબેન, તા. 8 : ઓપનર જોર્જિયા વોલ અને ઓલરાઉન્ડર એલિસ પેરીની
સદીની મદદથી બીજી વન-ડે મેચમાં ભારતીય મહિલા ટીમ સામે ઓસ્ટ્રેલિયાનો 122 રને ભવ્ય વિજય
થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 3 મેચની શ્રેણી 2-0ની અજેય સરસાઇથી કબજે કરી છે. ઓસ્ટ્રેલિયાના પ0 ઓવરમાં આઠ વિકેટે 371 રનના વિશાળ
સ્કોરના જવાબમાં ભારતીય મહિલા ટીમ 44.પ ઓવરમાં 249 રને ઓલઆઉટ થઇ હતી. 7પ દડામાં સાત
ચોગ્ગા અને છ છગ્ગા સાથે આક્રમક 10પ રન કરનાર એલિસ પેરી પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઈ હતી. એલિસ પેરી 101 અને જોર્જિયા વોલે પણ સદી ફટકારી
હતી. તેણીએ 87 દડામાં 12 ચોગ્ગાથી 101 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય ઓપનર ફીબી
લિચફીલ્ડે 63 દડામાં 60 રન કર્યા હતા. ભારત તરફથી સાઇમા ઠાકોરને ત્રણ અને મિન્નુ મનીને
બે વિકેટ મળી હતી. 372 રનનાં વિશાળ વિજય લક્ષ્યનો પીછો કરતા ભારતીય મહિલા ટીમ 249 રને
ઓલઆઉટ થઈ હતી. ઋચા ઘોષે સર્વાધિક પ4 રન કર્યા હતા. જેમિમાહ રોડ્રિગ્સે 43 અને કપ્તાન
હરમનપ્રિત કૌરે 38 રન કર્યા હતા. સ્ટાર સ્મૃતિ મંધાના નવ, હરલીન દેઓલ 12, દીપ્તિ શર્મા
10 રને આઉટ થયાં હતાં. અંતમાં મિન્નુ મનીએ અણનમ 46 રન કરી હારનું અંતર ઓછું કર્યું
હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સદરલેન્ડે ચાર વિકેટ લીધી હતી.