• રવિવાર, 01 નવેમ્બર, 2026

ચુનડી-ગજોડની પવનચક્કીમાંથી તસ્કરી તથા નુકસાની

ભુજ, તા. 31 : તાલુકાના ચુનડી તથા ગજોડની સીમમાં પવનચક્કીઓમાંથી ચોરી તથા નુકસાનીની ફરિયાદ નોંધાઇ છે. માનકૂવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 30-7થી 7-8 દરમ્યાન ચુનડી તથા ગજોડ સીમમાં આઇનોક્સ કંપનીની પવનચક્કીઓમાંથી વાયર આશરે 75 મીટર કિં. રૂા. 22,500 તથા કન્ટ્રોલ પેનલમાંથી બસબાર પ્લેટ નંગ-12 કિં. રૂા. 24,000 એમ કુલ્લે રૂા. 46,500ની ચોરી તથા વાયરિંગ અને ઇક્વિપમેન્ટમાં આશરે રૂા. 20,000ની નુકસાની કોઇ અજાણ્યા ચોર ઇસમે કરી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd