• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

ભુજમાં ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને 49 હજારની ઠગાઈ

ભુજ, તા. 30 : શહેરમાં બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને 49,470ની ઠગાઈ આચરાઈ હોવાની ફરિયાદ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી.પોલીસે આપેલી વિગતો મુજબ, સાયબર ઠગબાજોએ ગત તા. 11-8ના ફરિયાદીને અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ પર લિંક મોકલી હતી. ત્યારબાદ અન્ય અજાણ્યા નંબર પરથી ફોન કરી બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી એસબીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી એપીકે ફાઈલ મૂકી હતી. ત્યારબાદ વિશ્વાસમાં આવી ગયેલા ફરિયાદીના ખાતામાંથી અલગ-અલગ વાઉચર મારફતે 49,470ની ઉઠાંતરી કરી લીધી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd