• રવિવાર, 01 નવેમ્બર, 2026

મોટા ભાડિયામાં ભારતીય ટીમ અને સભાઈ ગઢવીની સફળતાની ઉજવણી

કોડાય, તા. 31 : માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની ખેડૂત પરિવારની દીકરી સભાઈબેન વાછિયાભાઈ ગઢવીની ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી અને કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં ટીમના વિજયથી સમગ્ર ગામ સહિત કચ્છભરમાં આનંદની લાગણી છવાઈ હતી. દીકરીની સફળતાની ઉજવણી માટે ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગુજરાતમાંથી એકમાત્ર મહિલા ખેલાડી તરીકે ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર સભાઈબેને અને પ્રતિભા પુરવાર કરી છે. મોટા ભાડિયા ગામે સોનલ માતાજીના મંદિરે સંગીતમય મહાઆરતી યોજાઈ હતી. ખીમરાજભાઈ ગઢવી એન્ડ ટીમે સંગીતમય આરતી કરી હતી.મહાઆરતી બાદ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાઈવ ક્રીન પર ભારત અને યુગાન્ડા વચ્ચેનો ફાઈનલ મુકાબલો નિહાળ્યો હતો. દેવલબેન ડાયાભાઈ ગેલવા (સરપંચ, મોટા કાંડાગરા) દાતા ડાહ્યાભાઈ વિરમભાઈ ગેલવા તથા દેવદાસભાઈ માણેકભાઈ મૌવરનો સહયોગ રહ્યો હતો.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd