• શનિવાર, 27 જુલાઈ, 2024

યુવાનો ક્રિકેટ રમીને કરશે ગૌસેવા

ભુજ, તા. 11 : રમત સામાજિક એકતાની સાથો સાથ જીવદયા પોષક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનું માધ્યમ બની શકે છે, તેવો ભાવ હિમ્સ કણબી પ્રીમિયર લીગ સીઝન બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ (સીઝન-6)ના પ્રારંભ વેળાએ વ્યક્ત કરાયો હતો. ગૌસેવાના લાભાર્થે આયોજન કરાયું છે. રમત રસિક સમુદાયની હાજરી વચ્ચે મુખ્ય પ્રાયોજક હિમ્સ ઈન્ટરનેશનલના ધનસુખભાઈ અને નીલેશભાઈ શિયાણીએ દીપ પ્રગટાવી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. મિરજાપર ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ મુકાબલામાં વી-કોંક્રીટ સામે દબાસિયા લીડર્સ વિજેતા થઈ હતી. તો બીજી મેચમાં સહજાનંદ એક્સપ્રેસ સામે કેસર સુપરકિંગ્સે બાજી મારી હતી. પ્રથમ મેચમાં નીલેશભાઈ અને બીજી મેચમાં એબીસી સ્ટાર એક્સપ્રેસના અશોક ચૌધરીએ ટોસ ઉછાળ્યો હતો. ભુજ તા. પં. પ્રમુખ વિનોદ વરસાણી, શિવજીભાઈ, પ્રવીણ હીરાણી, લાલજી દબાસિયા, પ્રેમિલાબેન વિનોદ હિરાણી, સીમાબહેન ધનસુખ શિયાણી, રાધિકાબેન નીલેશ શિયાણી, કચ્છમિત્ર પરિવાર વતી હુસેન વેજલાણી, દતુ ત્રિવેદી, જય સોલંકી, રિતેશ શેઠ, મુકેશ ગોર જોડાયા હતા. સ્પર્ધાની સફળતાના મજબુત સ્તંભ સમાન ફ્રેન્ચાઈઝીઓમાં સહજાનંદ એક્સપ્રેસ ઈન્ટરનેશનલ કુરિયરના ધૈર્ય?પિંડોરિયા, કેસર સુપરકિંગ્સના મેહુલ હિરાણી, યંગ ફાઈટરના પુરુષોતમ વેકરિયા, બરસાનાના રોહન હિરાણી, દબાસિયા લોડર્સના કલ્પેશભાઈ, વી. કોંક્રીટના ભરત ગોરસિયા, જાદવજીભાઈ ગોરસિયા, મારુતિ કેબલના રમેશ કેરાઈ, આર. આર. પેન્થર્સના રાજ કેરાઈ આયોજનમાં સુંદર સહયોગ આપી રહ્યા છે. હિમ્સ સિવાય આર. આર. ગ્રુપ સુપર ટેર્રાઝો (યુગાંડા) ડાયમંડ શિંગ, એબીસી સ્ટાર, વી. કાસ્ટ તરફથી પણ સ્પર્ધાને સતત સહયોગ મળી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang