શિક્ષણ સહિતના પ્રશ્નો ઉકેલવા ડીડીઓ અતિરાગ ચપલોતની
ખાતરી
ભુજ, તા. 15 : ઓછા
વરસાદનાં કારણે અછતમાં ખેડૂતો અને પશુપાલકોને સરકાર પાસેથી મહત્તમ લાભ અપાવવા પ્રયાસ
કરવાનો જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા અતિરાગ ચપલોતે વિશ્વાસ અપાવતાં શિક્ષકઘટ
સહિતના જિલ્લાના પ્રશ્નોના ઉકેલ માટેની ખાતરી કચ્છમિત્રને આપેલી મુલાકાતમાં વ્યક્ત
કરી હતી. 2021માં
કચ્છમાં પ્રાંત અને ભાડાના અધિકારી સહિતના અનુભવ અને વલસાડમાં પોણા ત્રણ વર્ષનો ડીડીઓ
તરીકેનો અનુભવ ધરાવતા શ્રી ચપલોતે કચ્છના સ્ટાફ અને લોકોની સહકારની ભાવનાને વાગોળી
હતી. કચ્છમાં નાયબ ડીડીઓની ત્રણેય જગ્યા ભરેલી છે, પણ સ્ટાફઘટનો
પ્રશ્ન છે. આમ છતાં પોણા ત્રણ વર્ષ ડીડીઓ તરીકેનો અનુભવ છે. સરકાર અને કલેક્ટરનાં માર્ગદર્શન
સાથે પંચાયત કાયદાની સ્પષ્ટ જોગવાઇઓ મુજબ જિ.પં. પ્રમુખ સહિતના પદાધિકારીઓ સાથે સંકલનમાં
રહીને પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, પોષણ,
ખેતીવાડી, પશુપાલન, બાંધકામ,
સિંચાઇ સહિતના વિભાગોના 15મા નાણાપંચનાં અધૂરાં કામો પૂરાં કરાવવા તેમજ 16મા
નાણાપંચ હેઠળનાં કામો ઝડપભેર આગળ ધપાવવાની કામગીરી કરવાની તૈયારી દર્શાવી હતી.