રવાપર (તા. નખત્રાણા), તા. 28 : અહીંની હાઈસ્કૂલમાં
34 વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થયેલા
શિક્ષકનું ગ્રામજનોએ સન્માન કરી વિદાયમાન આપ્યું હતું. રવાપર જ્ઞાનસરિતા હાઈસ્કૂલ ખાતે
1992માં નિયુક્ત આ શાળામાં 34 વર્ષ સુધી સેવા આપી નિવૃત્ત
થયેલા સ્વ. કે.એસ. પટેલ હાઈસ્કૂલના શિક્ષક હિતેન્દ્રભાઈ ત્રિકમલાલ દિવાકરને નવરાત્રિ
દરમ્યાન યોજાયેલા કાર્યક્રમમાં વિદાયમાન અપાયું હતું. પ્રારંભે શાત્રી કિરણભાઈ જોષી, ટ્રસ્ટી મંડળના ડાયાભાઈ પટેલ, ચંદુભાઈ લીંબાણી, લીલાધરભાઈ શાહ, ગોવિંદભાઈ પોકાર દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું. શાળાના આચાર્ય મનુભાઈ આમહેડા, ઈંગ્લિશ સ્કૂલના આચાર્યા
હેતલબેન કણસાગરા, છાત્રો દ્વારા પૂજન-આરતી બાદ રાસગરબા,
દાંડિયારાસ યોજાયા હતા. જિ.પં. સદસ્ય નેહા અશ્વિન રૂપારેલ, તા.પં. સદસ્ય અશ્વિનભાઈ રૂપારેલ, ગામના સરપંચ પરેશભાઈ
રૂપારેલ, વિગોડી સરપંચ
ભરતભાઈ વાઘેલા, મથલ સરપંચ હુસેન ખલીફા, કોંગી અગ્રણી માવજી મહેશ્વરી, વેરશી મહેશ્વરી,
રાજનાથ બાપુ, ઈસ્માઈલ પીંજારા, મુળજીભાઈ સંજોટ, દિનેશભાઈ વાઘેલા, વિનોદપુરી ગોસ્વામી, વાલજીભાઈ પટેલ, સિધિક લુહાર, ગણેશ મંડળના વિનોદભાઈ અનમ, દિનેશ સોની, વિનોદભાઈ સોની વગેરેએ શિક્ષક હિતેન્દ્રભાઈ
અને તેમની પત્ની પ્રફુલ્લાબેન દિવાકરનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ઈસ્માઈલ
નોતિયાર, મામદભાઈ સુમરા, દીપુભાઈ રંગાણી,
કાનજીભાઈ યાદવ, કાસમ ભટ્ટી, સિધિક કુંભાર, અબ્દુલ ચાકી, શિવશંકર
વાસુ, નિકુંજ મોઢ વગેરે હાજર રહ્યા હતા.