• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

સ્ટ્રોક આવ્યાના એક કલાકમાં સારવાર મળે તો નુકસાની ન થાય

ભુજ, તા. 28 : સ્ટ્રોક એ ગંભીર તબીબી આપત્તિ છે, જેમાં પ્રત્યેક પળ કિંમતી હોય છે. મગજમાં લોહીનો પ્રવાહ અટકી જાય કે મગજની નસ ફાટી જાય ત્યારે મગજના કોષોને ઓકિસજન મળતો બંધ થાય છે અને પ્રત્યેક મિનિટે અનેક કોષો મરવા લાગે છે એવું અદાણી સંચાલિત જી.કે.  જનરલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું. મેડિસિન વિભાગના વડા અને પ્રોફેસર ડો. દેવિકા ભટ્ટે, 29 ઓકટોબર વિશ્વ સ્ટ્રોક દિવસ નિમિત્તે કહ્યું કે, આ રોગમાં ગોલ્ડન અવરનું ખૂબ મહત્ત્વ છે, એટલે કે સ્ટ્રોક આવ્યા પછીનો એક કલાક જેમાં તાત્કાલીક સારવાર મળી જાય તો મગજને કાયમી નુકસાનમાંથી બચાવી શકાય છે. સ્ટ્રોક આવ્યો છે એ કેમ ખ્યાલ આવે એ અંગે તબીબે કહ્યું કે, સ્ટ્રોકના લક્ષણો "BE FAST' એટલે કે બેલેન્સ, સાઇઝ, કેસ, આર્મ, સ્પીચ, ટાઇમથી ઓળખી શકાય છે. વ્યક્તિ અચાનક બેલેન્સ ગુમાવે, આંખે ઝાંખુ દેખાય, ચહેરો એક બાજુ ઢળી જાય, હાથમાં નબળાઇ આવવી, બોલવામાં તકલીફ પડવી જેવા લક્ષણો દેખાય તો ટાઇમ બગાડયા વગર તુરંત હોસ્પિટલ પહોંચી જવું જોઇએ. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd