ભુજ, તા. 24 : કચરાપેટી પાસે પ્લાસ્ટિકના
ઝબલાંમાં અખાદ્ય વસ્તુઓ નાખવાથી રખડતાં પશુઓ મોતને ભેટતા હોવાના બનાવોથી જીવદયાપ્રેમીઓમાં
અરેરાટી ફેલાઇ રહી છે. ભુજ શહેરના ગામતળમાં સફાઇના અભાવે અને કચરો ઉપાડવાવાળા ટ્રેક્ટરોની
અનિયમિત થતી કામગીરીથી ગંદકી દેખાતી જોવા મળે છે અને ગંદકી પાસે રખડતા-ભટકતા પશુઓ-કૂતરાની
હાજરી તેમને મોત તરફ લઇ જાય છે. નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ઝબલાં જપ્તીની કામગીરી
થાય છે, પણ ઝબલાં બનાવનાર કંપની-ઉદ્યોગ સામે કોઇ પણ
જાતની દંડનીય કામગીરી થતી નથી. ભુજના ભઠારા ફળિયા, પાટ્ટીવાળી
મસ્જિદ, હનુમાન મંદિરની સામે અને જૂના રેલવે મથક પાસે બે ગૌવંશનાં
મોત થતાં જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.