ભુજ, તા. 24 : અઢી માસ પૂર્વે મુંદરાના મોટા
કાંડાગરામાં કંપની પાસે ખોટી નંબરપ્લેટવાળી ટ્રક મળી આવતાં આ અંગે વિધિવત ગુનો દાખલ
કરાયો છે. ગત તા. 5/8ના આ બનાવ
અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે એઁએસઆઈ લાલજીભાઈ ચાડે નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ
મોટા કાંડાગરામાં પીએસ કંપની પાસે ટાટા કંપનીની આઈસર ટ્રક નં. એમ.એચ.-03-ઈજી- 5040વાળીમાં રજિ. નં. જી.જે.-01- ડીવાય- 3993વાળી ખોટી નંબરપ્લેટ કોઈ ખોટા
ગુનાહિત કૃત્ય કરવાના ઈરાદાથી લગાવી મળી આવતાં ટ્રકચાલક લક્ષ્મણ સામત ગઢવી (રહે. મોટા
ભાડિયા, તા. માંડવી) વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ
કરાવાયો છે.