• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

વરસાણા ચોકડી પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈકચાલકનું મૃત્યુ

ગાંધીધામ, તા. 24 : વરસાણા ચોકડી પાસે પૂરઝડપે આવતી ટ્રકે મોટરસાઈકલને ટક્કર મારી હતી, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોટરસાઈકલચાલક  નાનુ માનિયાભાઈ ડામોર (ઉ.વ. 33)એ આંખો મીંચી લેતાં પરિવારમાં ગમગીની પ્રસરી હતી. અકસ્માતનો આ બનાવ વરસાણા ચોકડી પાસે ચામુંડા કાંટાની સામે રોડ ઉપર ગત તા. 23/10ના બન્યો હતો. પોલીસના  સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,  ટ્રક નં. જીજે-12-એવાય-9792ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને  મોટરસાઈકલ  જીજે-39-કે-7623ને ટક્કર મારી હતી, જેમાં  નાનુભાઈને ગંભીર  પ્રકારની ઈજાઓ પહોંચતાં તેમને સારવાર તળે ખસેડાયા હતા. આ યુવાનને આદિપુર અને ગાંધીધામમાં  સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે તેમના વતન મધ્યપ્રદેશ લઈ જવાયા હતા, તે દરમ્યાન  ભચાઉ  વાગડ વેલ્ફર હોસ્પિટલ સામે ધોરીમાર્ગ ઉપર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે કમલુ માનિયાભાઈ ડામોરની ફરિયાદના આધારે પોલીસે વધુ  તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd