• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

`પીસ બોન્ડ સાઇન નહીં કરું' હાઇકોર્ટથી ઝટકો છતાં નેહા અડગ

નવી દિલ્હી, તા. 24 : દિલ્હીમાં પ્રદર્શનોમાં સામેલ થવાને લઈને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ઓલ ઇન્ડિયાની સ્ટુડન્ટ્સ એસોસીએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરાને નોટિસ જારી કરવામાં આવી હતી, અને તેમની પાસે 'પીસ બોન્ડ' પર સહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. નેહાએ આ નોટિસ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. એવું માનવામાં આવી રહ્યું  હતું કે, હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ નેહા બોરા હવે પીસ બોન્ડ ભરી દેશે, પરંતુ નેહાએ તેના પર સહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ થયેલા પ્રદર્શનોમાં નેહા સતત સક્રિય રહી છે. પીસ બોન્ડ પર સહી ન કરવા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, આ બોન્ડ તેમના સૈદ્ધાંતિક અને સંવૈધાનિક અધિકારોને છીનવી રહ્યો છે, તેથી તે તેના પર સહી નહીં કરે. તેમણે સ્પષ્ટ કર્યું કે, દેશમાં ક્યાંય પણ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાથી લોકોને રોકવા માટે આ બોન્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને ન તો તે પોતે કે, ન તો એઆઇએસએનો કોઈ સભ્ય આ બોન્ડ પર સહી કરશે. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે આ મામલે સુનાવણી કરતા હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો, તેમણે કહ્યું હતું કે  પાસે આ પ્રકારની કાર્યવાહી કરવા માટે પૂરતા કારણો હતા. અદાલતે ટિપ્પણી કરી હતી કે, જે વ્યાપારી વિસ્તારમાં નેહા લોકોથી પ્રદર્શનમાં જોડાવાની અપીલ કરી રહી હતી, ત્યાં ભારે અવરજવર રહે છે, અને મહત્વપૂર્ણ રસ્તાઓ પસાર થાય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd