• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

સાંસદ દ્વારા ભુજમાં સ્વદેશી મેળાનું આયોજન કરાશે

ફભુજ, તા. 24 : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના `સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ'ના રાષ્ટ્રવ્યાપી સંદેશને સાર્થક કરવાના હેતુથી કચ્છ લોકસભાના સાંસદ વનોદભાઈ ચાવડા દ્વારા ભુજ ખાતે `સાંસદ સ્વદેશી મેળા'નું આયોજન કરાયું છે. આ મેળા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને પોતાની બનાવટની ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં સ્વદેશી બનાવટની ઘર સજાવટની વિવિધ સામગ્રી, ખાદીની ચીજવસ્તુઓ તેમજ હેન્ડીક્રાફ્ટની આકર્ષક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પહેલથી સ્થાનિક કારીગરો અને નાના વ્યવસાયકારોને પ્રોત્સાહન મળશે, સાથે જ નાગરિકોને તહેવારના અવસરે સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની તક મળશે. આ પ્રસંગે સ્વદેશી ઉત્પાદનોના ઉત્પાદકો, કારીગરો, નાના વેપારીઓ તથા હસ્તકલા સાથે સંકળાયેલા તમામને સમયમર્યાદામાં ચછ કોડના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી આ પહેલનો લાભ લેવા  તથા કચ્છના નાગરિકોને પણ દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી સ્થાનિક કારીગરો અને વેપારીઓને પ્રોત્સાહન આપવા તથા `સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ'ના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે. સ્વદેશી મેળાનું રજિસ્ટ્રેશન તા. 27/10/2026 મંગળવાર સુધી કરાશે. પ્રદર્શન અને વેચાણ તા. 1/11/2026થી 5/11/2026 સાંજે 4થી રાત્રે 10 કલાક સુધી કતીરા પ્લોટ, લોહાણા મહાજન વાડી ખાતે કરાયું છે, અહીં આપેલા QRકોડના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવા સાંસદના કાર્યાલય દ્વારા જણાવાયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd