• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

રેપિડો રાઇડર નીકળ્યો જૈશનો આતંકી !

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્ર એન્ટી ટેરેરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ આતંકવાદ સામે એક મોટી સફળતા મેળવતા મુંબઈના માહિમ વિસ્તારમાંથી પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સંબંધિત 33 વર્ષના શખ્સની ધરપકડ કરી હતી. આરોપી ઉપર સોશિયલ મીડિયા મારફતે કટ્ટરવાદ ફેલાવવા, રાષ્ટ્રવિરોધી સામગ્રી શેર કરવા અને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનું કાવતરું રચવાનો ગંભીર આરોપ છે. એટીએસની કાલાચોકી યુનિટે એક ગુપ્ત સૂચનાના આધારે કાર્યવાહી કરતા આરોપીને માહિમ મેટ્રો સ્ટેશન પાસેના ઘરેથી દબોચી લીધો હતો. જેની ઓળખ મોહમ્મદ હસન અબુ સરહદ અખ્તરનાં રૂપમાં થઈ હતી. એટીએસની શરૂઆતી તપાસમાં સામે આવ્યું હતું કે, દિવસે અખ્તર રેપિડો બાઇક રાઇડરનાં રૂપમાં કામ કરતો અને અને સાથે અત્તર વેચતો હતો. જેથી કોઈને તેના ઉપર શંકા ન પડે. એટીએસ અનુસાર આરોપી પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોના સંપર્કમાં હતો અને તેના નિર્દેશો ઉપર કામ કરતો હતો.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd