અમદાવાદ, તા. 24 : અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ
ડૉ. પ્રીતિ અદાણીએ ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા અને જરૂરી પ્રતિભા
વિકસાવવા માટે ઉદ્યોગજગત અને શિક્ષણજગત વચ્ચે વધુ ગાઢ સહયોગ સ્થાપિત કરવા આહ્વાન કર્યું
છે. અદાણી યુનિવર્સિટી દ્વારા આયોજિત 'કોન્ક્લેવ ઓન હાર્ડવેર, ઇનોવેશન, પ્રોસાસિંગ એન્ડ સેમિકન્ડક્ટર ટેકનોલોજીસ' 2026માં સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, એક મજબૂત સેમિકન્ડક્ટર ઉદ્યોગના નિર્માણ માટે
માત્ર અદ્યતન ઉત્પાદન સુવિધાઓ જ પૂરતી નથી, પરંતુ તેની સાથે જટિલ
ટેકનોલોજીની ડિઝાઇન, વિકાસ અને સુધારણા કરી શકે તેવા સક્ષમ અને
કુશળ લોકોની પણ તેટલી જ જરૂરિયાત છે. ડૉ. અદાણીએ ઉમેર્યું કે, આપણી ટેકનોલોજીકલ પ્રગતિનો સાચો માપદંડ એ નથી કે આપણા મશીનો કેટલા બુદ્ધિશાળી
(ઇન્ટેલિજન્ટ) છે, પરંતુ તે એ વાત પર નિર્ભર કરે છે કે આપણે એક
બહેતર ભવિષ્યના નિર્માણ માટે માનવ બુદ્ધિનો કેટલો સમજદારીપૂર્વક વિકાસ અને ઉપયોગ કરીએ
છીએ. ભારતની સેમિકન્ડક્ટર ક્ષેત્રની આકાંક્ષાઓ માત્ર ફેબ્રિકેશન પૂરતી સીમિત નથી,
પરંતુ ચિપ ડિઝાઇન, મેન્યુફેક્ચારિંગ અને પેકાજિંગમાં
પણ વિશેષ કુશળતા પ્રાપ્ત કરવા સુધી વિસ્તરેલી છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન આ દિશામાં વેગ આપી રહ્યું છે અદાણી યુનિવર્સિટી
અમદાવાદ ખાતેના મલ્ટિડિસિપ્લિરી ગ્લોબલ કેમ્પસમાં સેમિકન્ડકટર ડિઝાઈન, મેન્યુફેકચરિંગ અને પેકેજિંગ ક્ષેત્રે ખાસ કૌશલ્ય વિકસાવવાનું આયોજન કરી રહી
છે સૂચિત પહેલોમાં યુવા એન્જીનિયરો માટે વિશિષ્ટ કાર્યક્રમો ઉદ્યોગોના વ્યવસાયીકો માટે
એક્ઝીક્યુટિવ એજ્યુકેશન અને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે જેમાં
શિક્ષણ અને સંશોધનને ઉદ્યોગની વાસ્તવિક જરીરયાતો સાથે જોડવા વિશેષ ભાર મૂકવામાં આવશે.આ
કોન્ક્લેવમાં ક્વાલકોમ, એનએક્સપી સેમિકન્ડક્ટર્સ, માઇક્રોન ટેકનોલોજી, સિનોપ્સિસ, સિરિલ અમરચંદ મંગળદાસ અને ઇન્ફિનિયોન ટેકનોલોજીસ જેવી અગ્રણી વૈશ્વિક સંસ્થાઓના
નિષ્ણાતોએ મુખ્ય વક્તવ્ય આપ્યા હતા.