• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

ફોર્ટિફાઇડ ચીજવસ્તુઓનો ઉપયોગ કરાય તે માટે જાગૃતિ લાવવા પ્રયાસ

વંદે માતરમ મેમોરિયલ ભુજોડી ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયાની અનુમતિથી ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ અને જિલ્લા પુરવઠા વિભાગ-કચ્છના સંયુક્ત ઉપક્રમે એનિમિયા મુકત ભારત તેમજ પોષણ માહ અંતર્ગત ફોર્ટિફાઇડ ચીજવસ્તુઓનો વપરાશ થાય તેમજ ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠાના ઉપયોગને પ્રોત્સાહન મળે તે હેતુથી તાલુકા કક્ષાના આરોગ્ય, શિક્ષણ અને પુરવઠા વિભાગના અધિકારીઓની ફૂડ ફોર્ટિફિકેશન અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ન્યુટ્રિશન ઇન્ટરનેશનલના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર રિજનલ કોર્ડિનેટર-ફૂડ કોટીફિકેશન, અમદાવાદ ડિવિઝન ઉપસ્થિત રહ્યા હતા. માસ્ટર ટ્રેનર જગદીશ સાંઠે દ્વારા રોજિંદા જીવનમાં શરીર માટે જરૂરી પોષક તત્ત્વોની ઉપયોગીતા અંગે માહિતી અપાઇ હતી. ફોર્ટિફાઇડ ચોખા અને ડબલ ફોર્ટિફાઇડ મીઠા અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી અને તેના ફાયદા અંગેની લોકજાગૃતિ ફેલાવવા જુદા જુદા વીડિયો દ્વારા તેમજ પ્રેકટીકલ નિદર્શન કરાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની ભલામણ અનુસાર એક પુખ્ત વ્યક્તિ માટે દૈનિક મીઠાનો મહત્તમ વપરાશ પાંચ ગ્રામ (એક નાની ચમચી)થી વધુ ન હોવો જોઇએ તેમ જણાવાયું હતું. જિલ્લા પુરવઠા અધિકારી વી. એચ. બારહટ દ્વારા ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા પુરવઠા મેનેજર શ્રી યાદવ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. એન. લહુઆ દ્વારા તાલીમ બાદ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરાય એવી લાગણી વ્યકત કરાઇ હતી. વ્યવસ્થા રિજિયોનલ કો-ઓર્ડિનેટર, ફૂડ ફોર્ટિફિકેશન, ન્યુટ્રિશન ઇન્ટરનેશનલ જીવીટી રાજકોટ ડિવિઝનના વિપુલ ઠાકર દ્વારા કરાઇ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd