ભુજ, તા. 20 : એરિડ કોમ્યુનીટીઝ એન્ડ ટેકનોલોજી
સંસ્થા અને દેઢિયાના દાતા જગદીશ દેઢિયાના નાણાકીય સહયોગ દ્વારા દેઢિયા પ્રાથમિક શાળામાં
વરસાદી પાણી સંગ્રહ માટે 15000 લીટરના ટાંકા
સાથેની યોજના તૈયાર કરવામાં આવી હતી. આ ટાંકાનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં
એ.સી.ટી. સંસ્થાના ગિરીશ કરથિયા દ્વારા શાળા દ્વારા પોતાની જરૂરિયાતનું પાણી કેમ્પમાં
સંગ્રહ કરીને ઉપયોગ કરવામાં આવે તો સ્થાનિકે શુદ્ધ પીવાનું પાણી નિયમિત મળી રહે તેમ
કહ્યું હતું. નવાબ લાખાએ શાળામાં તૈયાર કરવામાં આવેલા વરસાદી પાણી સંગ્રહની યોજના વિશેની
માહિતી આપી હતી. દેઢિયા પ્રાથમિક શાળાના ભરત સતિયા દ્વારા શાળામાં વરસાદી પાણી સંગ્રહની
ઊભી થયેલ વ્યવસ્થાની જાળવણી કેવી રીતે કરવામાં આવશે. તેની વાત કરી હતી. જગદીશભાઇ દેઢિયાએ
વરસાદી પાણીની સંગ્રહની અગત્યતા પર ભાર મુકયો હતો. સલીમ ખલીફા દ્વારા એ.સીટી. સંસ્થા
અને દાતા જગદીશભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.