• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

મુંદરા બાર એસોસિયેશન દ્વારા આવેદનપત્ર અપાયું

મુંદરા, તા. 5 : ભાડા કાયદાના ફેરફારના વિરોધમાં ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા વકીલોના અનિશ્ચિત મુદ્દત સુધી કામથી અળગા રહેવાના નિર્ણયને મુંદરામાં પણ સમર્થન મળ્યું હતું. મુંદરા બાર એસોસિયેશન દ્વારા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ મુંદરા તેમજ ન્યાયાધીશો, મુંદરા અધિકારી, મામલતદાર કચેરી વગેરેને સોમવારે સવારે આવેદનપત્ર પાઠવાયું હતું. ભાડા વિષયક કેસો ચલાવવાના ફેરફારનો વિરોધ દર્શાવી કામથી અળગા રહ્યા હતા અને જ્યાં સુધી ગુજરાત બાર કાઉન્સિલ તરફથી નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને સમર્થન જાહેર કરી કાર્યથી અળગા રહેવાનો ઠરાવ થયો હતો. આ વિરોધમાં મુંદરા બાર કાઉન્સિલ પ્રમુખ જનક સોલંકી તેમજ મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd