મુંબઈ, તા. 5 : શ્રી આશાપુરા મિત્ર મંડળ (હિન્દમાતા)ના
ઉપક્રમે અશ્વિન નવરાત્રિ નિમિત્તે સાઇકલયાત્રીઓનો સંઘ માતાના મઢ મા આશાપુરા મંદિરના
દર્શનાર્થે જાય છે, જેમાં 111 સાઇકલયાત્રી હોય છે, પણ આ વખતે કચ્છમાં અપૂરતા વરસાદનાં કારણે માત્ર
11 સાઇકલયાત્રીને રવિવારે સાંજે
વિદાય અપાઈ હતી. હિન્દમાતાના આશાપુરા ચોકમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે સળંગ 42મો કાર્યક્રમ યોજાયો હતો. માતાજીના છંદ, ભજન થયા બાદ મહાઆરતી યોજાઈ હતી. કાર્યકર્તા
વિક્રમસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર હિતેશ ત્રિવેદી અને અન્ય કાર્યકર્તાઓએ વ્યવસ્થા
સંભાળી હતી. મંડળ તરફથી જે ભંડોળ આવશે તે કચ્છમાં પશુધન માટે દાન કરાશે તેવી જાહેરાત
કરાઈ હતી. સાંજે આશાપુરાજીની મહાઆરતી કરાઈ હતી. ત્યારબાદ માતાજીના જયઘોષ સાથે ભક્તિમય
માહોલમાં સાઇકલયાત્રીઓને પ્રસ્થાન કરાવાયું હતું.